________________
બાહુબલિ અતુલ બલી બંધવ ફિર ન કરૂં હવે દાવો... અભિમાની અભિનવ અનમિ, જીમ ભત્રીજી નમી-વિનમીજી ઈમ અપરાધ ખમાવી પોહતા ધરી ચક્રી પદ પ્રણમી... ૩ જનક ચાલે જે અંગજ ચાલે તેહી જ અંગજ વારૂજી એહ ઉખાણો ચિત્ત ધરીને, રહ્યા વરસ લગે અણાહાર... ૪ શીત તાપ વાતાદિક પરીષહ ન ગણે મન અભિમાનેજી લઘુબંધવને કહો કિમ નમીયે રહે કાઉસગ્ગ ધરીધ્યાને... પ કેવલ જ્ઞાન ને માન બેહુને ઈમ ઝગડો બહુ લાગોજી જ્ઞાન બળે જિને અવસર જાણી ચપિ છે નીરાગો... ૬ બ્રાહ્મી સુંદરી સાધવી આવે ગાવે મધુરાં ગીતજી ગજ ચડ્યે કેવળ ન હોવે વીરા ! ઉતરો ગજથી વિનીત... ૭ સુણી વચન મનમાંહિ ચિતે જુદું એહ ન ભાખેજી
ગજ અભિમાન કહ્યો એ વચનમાં તે ચારિત્ર શોભા નવિ રાખે... ૮ ઘર મૂક્યું પણ એ નવિ મૂક્યું એહ કરે ગુણ ધાતજી ઈમ તજી માનને ચરણ ઉપાડ્યા લહે કેવલ સાક્ષાત... ૯ ભેટ્યા તાત પ્રદક્ષિણા દેઈ વાંદી પષદે બેઠાજી અવર જે સાધુ આવીને વંદે જેઠા તે કિમ હોય હેઠા... ૧૦ સંયમ પાળી શિવસુખ લેવા અષ્ટાપદ ગિરિ ચઢીયાજી એકજ સમયે એક શત આઠે સિદ્ધિ અનંત સુખ ગઢીયા... ૧૧ ધન ધન ઋષભ વંશ રયણાયર તરીયા બહુભવ દરિયાછ જ્ઞાનવિમલ ગુણ સુયશ મહોદય સંપદ સુખ અનુસરિયા... ૧૨
૨
૧૦૬. ભરતચક્રીની સજ્ઝાયો (૧)
આભરણ અલંકાર સઘળાં ઉતારી, મસ્તક સેતી પાગી; આપોઆપ થઈને બેઠા, તવ દેહ દીસે છે ત્યાગી, ભૂપતિ થયો રે વૈરાગી. ૧
અનિત્ય ભાવના ઐસી ભાવી, ચાર કરમ ગયાં ભાગી; દેવતાએ દીધો ઓઘો મુહપત્તિ, જેહ જિનશાસન રાગી. ભૂ ૨ સ્વાંગ દેખી ભરતેશ્વર કેરો, સહીયરો હસવાને લાગી;
સજ્ઝાય સરિતા
૨૦૩