________________
૧૦૪. બાહુબલીની સઝાયો (૪)
(રાગ : તેરે સુર ઔર મેરે ગીત) વીરાજી માનો મુજ વિનંતી, કહે બેન સુકોમળ વાણી રે; સુણ બાહુબલી ગુણવંત તુ, મન મ કરો તાણીતાણ રે,
પધારો, તેઓ તાતજી. ૧ ગજ ચડીયા કેવલ નવિ ઉપજે, માનો વચન પ્લેન મુનિરાય રે; વીરાજ ગજ થકી ઉતરો, કહે તાતજી કેવલ થાય રે. ૨. ઈમ ભાખે બ્રાહી સુંદરી, વનમાંથી જાણી વીર; વયણ સલુણા સાંભળી, ચિત્ત ચિંતવે સાહસ ધીર. ૩ મેં તો ગજરથ સવિ વોસિરાવ્યા, તીણે અહી નથી ગજ કોય; જુઠું તે જિન બોલે નહી, સહી માન ગયાદ જ હોય. ૪ ઋષી કોમલ પરિણામે કરી, પારીને કાઉસગ્ગ તામ; જઈ વાંદુ સઘળા સાધુને, માહરે છે મુગતિનું કામ. ૫ પગ ઉપાડ્યો એટલે, મુનિ બાહુબલી ગુણવંત; તવ ઝળહળ કેવળ ઉપન્યો, થયા અક્ષય પ્રભુતાવંત. ૬ સમવસરણે શુભભાવથી, જઈ વાંઘા શ્રી જિનરાજ; ઘણા પૂરવ કેવલ પાળીને, મુનિ સારે આતમ કાજ; ૭ અષ્ટાપદ અણસણ લીયો, ઋષભ જિનેશ્વર સાથ; આઠ કરમને દૂર કરી, મુનિ મુગતિ રમણી ગ્રહે હાથ. ૮ અજરામર પદ પામીયા, સુખ શાશ્વત લીલ વિલાસ; જ્ઞાનસાગર કહે સાધુને, મુજ વંદના હોજો ખાસ. ૯
૧૦૫. બાહુબલીની સજ્જાયો (૫) તક્ષશિલા નગરીનો નાયક લાયક સંયમ ધારીજી પાયક પરિ પાયે નમે ચકી વિનતિ કરે મનોહારી... ૧ બાંધવ બોલો, મનડાં ખોલો ભરતજી પાથરે ખોળો ભાભીઓ બહુ દિયે ઓળંભા એક વાર ઘરે આવોજી
૨૦૨
સક્ઝાય સરિતા 5