SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ * [૮] ૧૦૨. બાહુબલીની સઝાયો (૨) રાજ્યતણા અતિલોભીયા ભરત બાહુબલિ ઝુઝે રે મુઠી ઉપાડી રે મારવા બાહુબલી પ્રતિ બુઝે રે વીરા ! મોરા ગજ થકી ઉતરો ગજ ચયે કેવલ ન હોય રે... વીરા મોરા૦ ૧ ઋષભદેવ તિહાં મોકલે બાહુબલજીની પાસે રે બંધવ ! ગજ થકી ઉતરો બ્રાહ્મીસુંદરી એમ ભાખે રે... વીરા મોરા૦ ૨ લોચ કરીને ચારિત્ર લીયો વળી આવ્યો અભિમાન રે લઘુ બાંધવ વાંદું નહીં કાઉસગ્ગ રહ્યા શુભ ધ્યાન રે... વીરા મોરા૦ ૩ વરસ દિવસ કાઉસગ્ગ રહ્યા શીતતાપથી સુકાણા રે પંખીડે માળા ઘાલીયા વેલડીયે વિંટાણા રે.. વીરા મોરા૦ ૪ સાધ્વીના વચન સુણી કરી ચમક્યો ચિત્ત મોઝાર રે હય-ગ-રથ સવિ પરહર્યું વળી આવ્યો અહંકાર રે... વીરા મોરા૦ ૫ વૈરાગ્યે મન વાળીયું મૂક્યું નિજ અભિમાન રે પગ ઉપાડ્યો રે વાંદવા ઉપન્યું કે વલ જ્ઞાન રે... વીરા મોરા૦ ૬ પહોંચ્યા તે કેવલી પરષદા બાહુબલી મુનિરાય રે અજરામર પદવી લહી સમયસુંદર વંદે પાયા રે... વીરા મોરા૦ ૭ • ૧૦૩. બાહુબલીની સક્ઝાયો (૩) બહેની બોલે હો બાહુબલ સાંભળો, રૂડા રૂડા રંગ નિધાન; ગયવર ચઢીયા હો કેવળ કેમ હુવેજ, જાણ્યું જાણ્યું પુરુષ પ્રધાન. ૧ તુજ સમ ઉપશમ જગમાં કુણ ગણેજી, અકલ નિરંજન દેવ; ભાઈ ભરતેસર વહાલા વિનવેજી, તુજ કરે સુરવર સેવ. ૨ ભર વરસાળો હો વનમાં વેઠીયો જી, જિહાં ઘણાં પાણીનાં પૂર; ઝરમર ઝરમર વરસે મેહલો ઘણુંજી, પ્રગટ્યાં પુણ્ય અંકુર. ૩ ચિહુ દિશિ વીંટ્યો હો વેલડીએ ઘણું છે, જેમ વાદળ છાયો સૂર; શ્રી આદિનાથે હો અમને મોકલ્યાજી, તુમ પ્રતિબોધન નૂર. ૪ વર સંવેગરસે હો મુનિવર ભર્યાજી, પામ્યા પામ્યા કેવળનાણ; માણેકમુનિ જસ નામે હો હરખ્યો ઘણું છે, દિન દિન ચઢતે વાન. ૫ dસક્ઝાય સરિતા ૨૦૧
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy