________________
હસવાની અબ ખબર પડેગી, રહેજો અમશું અલગી. ભૂ૦ ૩ ચોરાશી લાખ હયવર-ગયવર, છત્રુ ક્રોડ હે પાગી; ચોરાશી લાખ રથ સંગ્રામી, તતક્ષણ દીધા છે ત્યાગી. ભૂ૦ ૪ ચાર ક્રોડ મણ અન્ન નિત્ય સિઝે, દશ લાખ મણ લુણ લાગી; ચોસઠ સહસ અંતેઉરી ત્યાગી, સુરતા મોક્ષસે લાગી. ભૂ ૫ અડતાલીસ કોશમાં લશ્કર પડે છે, દુશ્મન જાય છે ભાગી; ચૌદ રત્ન તો અનુમતિ માગે, મમતા સહુશું ત્યાગી. ભૂ૦ ૬ તીન ક્રોડ ગોકુલ ધણ દુઝે, એક ક્રોડ હળે ત્યાગી; આવી રિદ્ધિ સિદ્ધિ માટે ઝૂઝે, સમજણમાં આવે ત્યારે ત્યાગી. ભૂ૦ ૭ ભરી સભામાં ભરતેશ્વર બોલ્યા, ઊઠો ખડા રહો જાગી; આલોક ઉપર નજર ન દેશો, નજર દેજો તુમે આગી. ભૂ॰ ૮ વચન સુણી ભરતેશ્વર કેરાં, દશ સહસ ઉઠ્યા છે જાગી; કુટુંબ કબીલો હાટ હવેલી, તતક્ષણ દીધા છે ત્યાગી. ભૂ૦ ૯ એકલાખ પુરવ લગે સંયમ, પાળી કેવલ સારી; શેષ અઘાતીકર્મ ખપાવી, પહોંચ્યા છે મોક્ષ મોઝારી રે. ભૂ ૧૦ વિમલવિજય ઉવજઝાય સદ્ગુરુનો, શિષ્ય તસ અણગાર; ભરતમુનિવરના ગુણ ગાતાં, રામવિજય જયકાર.
ભૂ. ૧૧
- [X] ૧૦૭. ભરતચક્રીની સજ્ઝાય (૨)
મન હી વૈરાગી, ભરતજી મનમેં હી વૈરાગી બત્રીશ સહસ મુગટબદ્ધ રાજા, સેવા કરે વડભાગી; ચોસઠ સહસ અંતેઉરી જાકે, તોહી ન હુઆ અનુરાગી. ભરતજી૦ ૧
લાખ ચોરાશી તુરંગમ જાકે, છન્નુ ક્રોડ હૈ પાગી;
લાખ ચોરાશી ગજરથ સોહીયે, સૂરતા ધર્મ શું લાગી. ભરતજી૦ ૨
ચાર ક્રોડ મણ અન્ન નિત સીઝે,લૂણ દશ લાખ મણ લાગી; તીન ક્રોડ ગોકુળ ધણ દૂઝે, એક ક્રોડ હળ સાગી. ભરતજી૦ ૩
૨૦૪
સજ્ઝાય સરિતા