SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગે મન વાળીયું રે, લીધો સંયમ ભાર. પ્રસન્ન ૧ સ્મશાને કાઉસ્સગ્ન રહી રે, પગ ઉપર પગ ચઢાય; બાહુ બે ઉચા કરી રે, સૂરજ સામી દૃષ્ટિ લગાય. પ્રસન્ન ૦૨ દુર્મુખ દુત વચન સુણી રે, કોપ ચઢ્યો તત્કાળ; મનશું સંગ્રામ માંડીયો રે, જીવ પડયો જંજાળ. પ્રસન્ન ૩ શ્રેણીક પ્રશ્ન પૂછે તે સમે રે, સ્વામી એહની કુણ ગતિ થાય; ભગવંત કહે હમણાં મરે તો, સાતમી નરકે જાય. પ્રસન્ન ૪ ક્ષણ એક આંતરે પૂછીયું રે, સર્વારથ સિદ્ધ વિમાન; વાગી દેવની દુંદુભી રે, ઋષિ પામ્યા કેવલજ્ઞાન. પ્રસન્ન ૫ પ્રસન્નચંદ્ર ઋષિ મુગતે ગયા રે, શ્રી મહાવીરના શિષ્ય; રૂપવિજય કહે ધન્ય ધન્ય, દીઠા એ પ્રત્યક્ષ પ્રસન્ન, ૬ ૯૯. બળદેવની સઝાયો (૧) માસખમણને મુનિવર પારણેજી, આવી ઉતર્યા સરોવરિયા પાળજી, મન મોહ્યું તુંગીયાપૂર નગર સોહામણુંજી........ આ રે નગરીમાં જઈશું ગોચરીજી, આ રે નગરીમાં કરશું આહારજી. મન૧ કૂવાને કાંઠે પાણીડા સંચર્યાજી, પાછળ બાલુડો જાય છે. મન રૂપે સ્વરૂપે મુનિવર ફુટડાજી, દેખી મનડું થયું અધીરજી. મન, ૨ ઘડાને બદલે બાલુડો ફાંસીયોજી, ગયો છે કૂવા મોઝારજી. મન આ રે નગરીમાં નહિ જાવું ગોચરીજી, આ રે નગરીમાં નહિ કરું આહારજી. મન૦ ૩ સુકા તે વનમાં મુનિવર સંચર્યાજી, મૃગે કર્યો છે નમસ્કાર'. મન ખત્રી વહેરે છે વનમાં લાકડાઇ, ખતરાણી લાવી છે ભાત. મન ૪ ખત્રીએ મુનિવરને વાંદીયાજી, લ્યો મુનિ સુઝતો આહારજી. મન દિોષ બેંતાલીસ ટાળીનેજી, લીધો છે સુઝતો આહારજી. મન૦ ૫ ખત્રી ખત્રાણી મુનિવર મૃગલોજી, જઈ બેઠા તરુવરની છાંયછે. મન કઈ દીસેથી પવન આવીજી, ભાંગી છે તરુવરની ડાળજી. મન૦ ૬ ખત્રી ખત્રાણી મુનિવર મૃગલોઝ, ચારે જીવ સ્વર્ગમાં જાયછે. મન ૧૯૮ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy