________________
મુનિ સત્યવિજયની શીખડીજી, ધર્મમાં ખરચી લેજો સાથજી. મન૦ ૭
૧૦૦. બલદેવની સજ્ઝાય (૨)
માસખમણને પારણે મુનિવર મોટા ઋષિરાય રે, મુનિ તુંગીયાનગરી સમોસર્યાં, મુનિવર ગોચરીએ જાય રે મુનિ બલભદ્ર વસે રે વૈરાગ્યમાં..........૧
બલભદ્ર વસે રે વૈરાગ્યમાં, રૂપે સોહે દેદાર રે. સૂરત મોહિ શ્યામની, ફરતી ઘર ઘર લાલ રે. મુનિ૦૨ જાદવકુળમાં ઉપન્યા, એસો રૂપ નિહાર રે, ફૂવા કાંઠે કામિની, ટાબર કીધો સંહાર રે. મુનિ૦ ૩
મુનિવર મનમાંહિ ચિંતવે, ધિક્ ધિક્ હોજો એ રૂપ રે, ધિક્ જોવન જીવતર જાણું, રમણી મોહી રે રૂપ રે. મુનિ૦૪
આજ પછી વસતી વિષે, અન્ન પાણીના નીમ રે, વનમાં જડે તો મોકળું, એ શો કાયા શું પ્રેમ રે. મુનિ ૫
વનમાંહિ વસતાં થકાં. મોહ્યા અટવીના જીવ રે, હરણાં સસલા ને શિયાળિયા, સેવા કરે નિશદિશ રે. મુનિ૦૬
એક હરણ અટવી તણું, નયણે જોવતું નીમ રે, જાતિ સ્મરણ ઉપજ્યું, પૂરવ પુણ્ય નજીક રે, મુનિ॰ ૭ માસક્ષમણને પારણે, સંજ્ઞા કરી લઈ જાય રે, ગાતિ પાળે આવીયા, વન અટવીની માય રે. મુનિ૦ ૮
મુનિવર દેખી હરખીયા, ધન્ય ધન્ય દહાડો આજ રે, વનમાં મુનિવર ભેટીયા, સર્યા વાંછિત કાજ રે. મુનિ॰ ૯ વહોરાવે ભાવે કરી, પ્રગટયા પુછ્યું અંકુર રે, તેનો રે જોગ આવી મલ્યો, હરણું દેખે છે દૂર રે. મુનિ ૧૦
મૃગલો ભાવે ભાવના, નયણે નીર ઝંરત રે, હું રે વહોરા હાથથી, જો હું માણસ હોત રે. મુનિ૦ ૧૧ ધન્ય એ ખાતાની માનવી, ધન્ય એ ખાતાની નાર રે,
સજ્ઝાય સરિતા
૧૯૯