________________
જીહો બાલક બાણ ચલે નહીં રે લાલા, ગુટે જીમ કબાન; છો બુઢાસું ભાર વહે નહીં રે લાલા, જૂની કાવડ ન્યું જાણ.
સુગુણ નર૦ ૯ જીહો જીવ મારીને તોલીયો રે લાલા, દીવડી ન ઘટે રે જેમ; કહો પુરૂષ મારી જીવ જોઈઓ રે લાલા, તે કઠીઆરા એમ.
સુગુણ નર૦ ૧૦ જો આમળા પ્રમાણે જીવ પૂછીઓ રે લાલા, વૃક્ષપાન કોણ હલાય; કહો કુંજર કંથુઆ ઉપરે રે લાલા, દીવાનું દષ્ટાંત લગાય. સુગુણ નર૦ ૧૧ જીહો મુજથી લીધો મન છૂટે નહીં રે લાલા, તે લોહવાણીઆ જેમ; જીહો પછે પસ્તાવો ર્યો રે લાલા, અગિયારમો દષ્ટાંત એમ.
સુગુણ નર૦ ૧૨ જીહો ઉત્તર અગિયારે સાંભળી રે લાલા, બૂઝયો પ્રદેશી રે રાય; જતો શ્રાવકનાં વ્રત આદરી રે લાલા, નિલભી નિર્માય.
સુગુણ નર૦ ૧૩ જીહો સૂરિકતા નિજ નારીયે રે લાલા, ઉપસર્ગ કીદો અપાર; છો ક્ષમાએ કર્મ ખપાવીને રે લાલા, ઉપન્યો દેવ મોઝાય.
સુગુણ નર૦ ૧૪ કહો ચાર પલ્યોપમ આઉખે રે લાલા, સુરીયાભ સુર સુખદાય; જીહો ધર્મશાસ્ત્ર વાંચી ગ્રહ્યો રે લાલા, ધર્મ તણો વ્યવસાય.
સુગુણ નર૦ ૧૫ જીહો ત્યાં જિન પડિમા પૂછને રે લાલા, કરે જિન ભક્તિ ઉદાર; કહો ચવી મહાવિદેહે ઉપજશે રે લાલા, પામશે ભવનો પાર.
સુગુણ નર૦ ૧૬ જીહો સંક્ષેપે સઝાય કહી રે લાલા, રાયપાસેણી સૂત્ર વિસ્તાર; જીહો પવવિજય સુપસાયથી રે લાલા, છત કહે જુઓ અધિકાર.
સુગુણ નર૦ ૧૭. • ૯૮. પ્રસન્નચંદ્રરાજર્ષિની સઝાય પ્રણમું તમારા પાય, પ્રસન્નચંદ્ર પ્રણમું તમારા પાય; રાજ છોડી રળીયામણું રે, જાણી અથીર સંસાર, આ સક્ઝાય સરિતા
૬S