________________
પહેલે દેવલોક થયો દેવ, સૂર્યાભ નામે કરે સુર સેવ. ૨૬ અવધિ કરી જોઈ જિન સંગ, બત્રીસબદ્ધ નાટક ઉછરંગ; કરી વીર જિન વાદી જાય, ગૌતમ પૂછે પ્રણમી પાય. ૨૭ સ્વામિ એ કુણ કિમ પામી ઋદ્ધિ, વાત સકલ ભાખી સુપ્રસિદ્ધિ; એક ભવાંતર મુગતે જાશે, અવિચલ સુખ પૂરાં પામશે. ૨૮ ગુરૂ નામે લહીયે ગહગટ્ટ, ગુરૂ નામે લહિયે શિવવટ્ટ; એહવા ગુરૂની સેવા મળે, તો મન વાંછિત આશા ફળે. ૨૯ સત્તર પચવીશ સંવત સાર, રાયપાસેણીમાં અધિકાર; શ્રીજયવિજય પંડિત સુપસાય, મેરવિજય રંગે ગુણ ગાય. ૩૦
૯૭. પ્રદેશી રાજાની સઝાય (૪) જીહો પરમપુરૂષ પરમેશ્વર રે લાલા, પુરૂષાદાણી રે પાસ; છતો ચરણ કમલ નમી તેહનારે લાલા, પૂરે વંછિત આશ; સુગુણ નર૦ સાંભળો સુગુરૂ ઉપદેશ, છહો જે ટાલે ભવના કલેશ...સુગુણ નર૦ ૧ જીહો મોહ મિથ્યાત અજ્ઞાનનો રે લાલા, ભરીઓ રોગ અથાગ; જીહો વૈદ્ય રાજગુરૂ વચનથી રે લાલા, ઔષધ જ્ઞાન વૈરાગ. સુગુણ નર૦ ૨ જીહો ગુરૂ કારીગર સારીખ રે લાલા, ટંકણ વચન વિચાર; જીહો પથ્થરસે પડિમા કરે રે લાલા, લહે પૂજા અપાર. સુગુણ નર૦ ૩ જીહો ચોથા પટધર પાર્થના રે લાલા, કેશી નામે કુમાર; જીહો ચાર મહાવ્રત આદરી રે લાલા, કરે બહુજીવ ઉપગાર. સુગુણ નર૦૪ જીહો વિચરતાં મનિ આવીયા રે લાલા. શ્વેતાંબી નયરી મોઝાર; જીહો તિહાં પરદેશી રાજીયો રે લાલા, અધરમી આચાર. સુગુણ નર૦ ૫. છો ચિત્ર સારથિ લેઈ આવી રે લાલા, જીહાં કેશી ગણધાર; જીહો વંદના રહિત બેઠો તિહાં રે લાલા, પૂછે પ્રશ્ન ઉદાર. સુગુણ નર૦ ૬ જીહો દાદો પાપી પ્રશ્ન ઉપર રે લાલા, સૂરિ કંતાનો રે ન્યાય; જો દાદી ધરમી દેવ ઉપર રે લાલા, જીમ તું ભંગીઘર ન જાય.
સુગુણ નર૦ ૭ જીહો જીવ કોઠીથી નીકળ્યો રે લાલા, તે કૂટશાલાનો ન્યાય; જીહો જીવ કોઠી માંહે ઉપન્યા રે લાલા, જીમ અગ્નિ પેઠી લોહમાંય.
સુગુણ નર૦ ૮
૧૯૬
સઝાય સરિતા