SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, રોલ્યો નવિ લઈ ૧ લાધા થી વધુ તન ઉપકરણ સવિ જુના થયા, સરીખા જીવ તો કરમે ગ્રહ્યા; વલી કહે એક દિન ચોર ઝાલીયો, શૂલારોપ કરી ઉતારીયો. ૧૨ હિંસી તોલ્યો સરખો થયો, જીવ અજીવ અધિકો નવિ લહ્યો; ગુરુ કહે દડો વાયે ભય, ઠાલો તોલ્યો સમ ઉતર્યો. ૧૩ તિમ એ જીવ ગુરુલઘુ નવિ હોય, વળી રાજા જપે ગુરૂ જોય; ચોરગ્રહી જોયો વધ કરી, ખંડોખંડ કરી ફિરી રિી. ૧૪ નવિ લાધ્યો તે જીવ સુજાણ, કયો નિશ્ચય મેં જીવ અઠાણ; ગણધર કહે અરણી પાષાણ, તેહમાં અગ્નિ અછે નૃપ જાણ. ૧૫ નવિ દીસે તે બાહિર સહી, જીવ અછે પણ દીસે નહીં; જંપે ભૂપતિ ઘટ પટ થંભ, દીસે છે પણ જીવ અચંભ. ૧૬ કાં નજરે નાવે તે જીવ, તે પણ મુઝ મન સંશય અતીવ; આચારજ કહે સાંભળ ભૂપ, તરુ હાલે છે વાયુ સરપ. ૧૭ તરું દીસે નવિ દીસે વાય, એહ સ્વરૂપી જીવ કહેવાય; કહે નરપતિ કુંજર કુંથુઆ, સરીખા જીવ તો કાં જુજુઆ. ૧૮ એક મોટો એક લઘુનર હોય, એ સંશય મુજ હિયડે જોય; ગણધર કહે દીવો ઘરમાંહી, અજુઆળું કરે સઘળે ત્યાંહી. ૧૯ કુંડકમાં મેલ્યો તવ તિહાં, અજુવાળું વ્યાપે વલી જિહાં; તિમ એ જીવ તનુ વ્યાપી રહ્યો, ગુરુ લઘુ કાયાએ તિમ લહ્યો. ૨૦ દશમો પ્રશ્ન છે નૃપ વળી, સાંભળો ગણનાયક મન રૂલી; પેઢી ગત કિમ મૂકું ધર્મ, હોય લાજ મુજ મર્મ. ૨૧ ગુરુ કહે વ્યાપારી જિમ કોય, વ્યાપારે પહોંચે તું જોય; લોહ ખાણ દેખી તે ભરે, વળી તિહાંથી આધા સંચરે. ૨૨ ત્રાંબુ દેખી છડે લોહ, એક ન છડે આણી મોહ; રૂ! હેમ રયણ ઈમ લીયે, એક ન છડે લોઢું લીયે. ૨૩ . ઘરે આવ્યા તે લીલા કરે, લોહ ગ્રાહકે તે દુઃખીયો ફરે; તિમ તું મત છડે આપણો, કહેણ કરો અમ જિમ સુખ ઘણો. ૨૪ તેહ વચન નિજ હૈડે ધરે, ગુરૂ વાંદી ચરણે અનુસરે; સ્વામિ તે મુજ તાર્યો આજ, બેસાડ્યો શિવપુરને રાજ. ૨૫ બાર વ્રત ગુર કને ઉચ્ચારી, શુદ્ધ શ્રાવકવ્રત આદરી; સઝાય સરિતા ૧૯૫
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy