________________
કેશી પાર્શ્વપ્રભુ સંતાનીયા કીધો ત્યાંથી વિહાર હો પ્રદેશીરાજા ગૌતમ સ્વામી પાસે પડિવજ્યું વીરનું શાસન સાર હો...
આવો૦ પ્રદેશીરાજા ૧૭ એ તો ઉત્તરાધ્યયનથી જાણજો ગણધર પ્રશ્ન વિચાર હો પ્રદેશીરાજા થાજો ખુશાલવિજય પસાયથી ઉત્તમ નિત્ય જયકાર હો... આવો॰ પ્રદેશીરાજા ૧૮
૯૬. પ્રદેશી રાજાની સજ્ઝાય (૩)
શ્રી શંખેશ્વર પ્રણમ્ પાસ, પ્રગટ પ્રભાવી પૂરે આશ; સાધુ શિરોમણિ કેશીકુમાર, મહા મુનિવર મોટા ગણધાર. ૧ શ્વેતાંબી નગરી સમોસરે, પ્રશ્ન દશ પ્રદેશી કરે; સાંભળો સૂર નરકા સંદેહ, પિતા અધર્મી માહરો જેહ. ૨ પાપ કરી નરકે તે ગયો, પાછો વિ આવી મુજ તે કહ્યો; કેશી કહે નરક મંડાણ, સૂરિકાંતા તુજ નારી સુજાણ. ૩ સેવંતી દીઠી વ્યભિચાર, તું કાં ન દીયે જાવા જાર; તિમ તેહને ન દીયે આવવા, પરમાધામી નરકે એહવા ૪ વલી નૃપ કહે નથી સુરલોક, માતા માહરી ધર્મીશ્લોક; ગઈ સરગે આવી નવિ કહ્યું, પુણ્ય થકી ફલ એ મેં લહ્યું. પ ગુરુ કહે જાય તું મજ્જન કરી, દેવકુલે શુચિ ચીવર ધરી; કોઈક શ્વપચ તેડે નવ જાય, તેમ સુર નાવે સુખમહિમાય. ૬ વલી સંશય મુજ જીવ સુરંગ, ચોર ગ્રહી ઠવ્યો કોઠી અભંગ; ઘાલી જોયો નવિ દીઠો જીવ, કિહાં ગયો ગુરુ કહે સુણ પાર્થિવ.૭ ભૂમિગૃહ પેસી કોઈ ઢોલ, તાડે શબ્દ સુણાય અતોલ; કુણ મારગે તે શબ્દ નીકળ્યો, તિમ જીવ વાયું સમો અટકળ્યો. ૮ વલી કહે તિહાં કીડા ઉપન્યા, જીવ કયે મારગ નીપન્યા; ગુરુ કહે લોહ ખંડ તાપવ્યો, અગ્નિ કયે છિદ્રમાંહી ઠવ્યો. ૯ વહિ જિમ પેઠો લોહમાંહિ, તિમ જીવ ઉપન્યા કોઠિમાંહિ; વલી નૃપતિ કહે વૃદ્ધ જુવાન, નાખે બાણ ધરી એકતાન. ૧૦ એક આસત્ર એક દૂરે જાય, સરખા જીવ તો અંતર કાંય; જીવ પદારથ ઈમ નહિ સહી, ગુરુ કહે સુણ રાજન ! ગહગહી. ૧૧
સજ્ઝાય સરિતા
૧૯૪