SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ સારથ પૂછે પૃથ્વીચંદ્રને ગુણસાગર તમે કેમ ? શુદ્ધ મુનિસર ! મુનિ કહે-પૂરવભવ અમ નંદનો કુસુમકેતુ તસ નામ... શુદ્ધ મુનીસર ! ધનધન. ૧૦ એહિ જ દયિતા દોયને તે ભવે સંયમ પાળી તે સાર શુદ્ધ મુનિસર ! સમ ધર્મે સવિ અનુત્તર ઉપન્યા આ ભવ પણ થઈ નાર... શુદ્ધ મુનીસર ! ધનધન૦ ૧૧ સાંભળી સુધન શ્રાવક વ્રત લહે બીજા પણ બહુ બોધ શુદ્ધ મુનિસર ! પૃથ્વી વિચરે પૃથ્વીચંદ્રજી સાદિ અનંત થયા સિદ્ધ... શુદ્ધ મુનીસર ! ધનધન૦ ૧૨ નિત નિત ઉઠી તસ વંદન કરૂં જેણે જગ જીત્યો રે મોહ શુદ્ધ મુનિસર ! ચડતે રંગે હો શમસુખ સાગરૂ કરતો શ્રેણી આરોહ.. શુદ્ધ મુનીસર ! ધનધન. ૧૩ જગ ઉપકારી હો જગહિત વત્સલ દીઠે પરમ કલ્યાણ શુદ્ધ મુનિસર ! વિરહ મ પડશો હો એહવા મુનિ તણો જાવ લહું નિરવાણ... શુદ્ધ મુનીસર ! ધનધન૦ ૧૪ મુનિવર ધ્યાને હો જિનઉત્તમપદવરે રૂપકલાગુણજ્ઞાન શુદ્ધ મુનિસર ! કીર્તિકમલા હો વિમલા વિસ્તરે જીવવિજયધરે ધ્યાન... શુદ્ધ મુનીસર ! ધનધન ૧૫ ૯૪. પ્રદેશી રાજાની સઝાયો (૧) દુહા સદ્ગુરુ સેવો સાધુજન આણી આદર સાર રાય પ્રદેશની પરેજયું પામો- ભવપાર... ૧ સદ્દગુરૂ સુરતરૂથી અધિક દોલતનો દાતાર રાય પ્રદેશી જેણે કિયો સુરરમણી ભરથાર... ૨ ઢાળ ૧ ? સદ્ગુરૂ સંગતિ કરજો ભાઈ એ સહી માનો વાત રે નર નારી મન માન્યા પાયે સુખ સઘળો વિખ્યાત રે... સદ્ગુરૂ૦ ૧ [ સક્ઝાય સરિતા ૧૯૧
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy