SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ હું નિજ તાતને દાક્ષિણ્યે પડીયો રાજ્યમઝાર પણ હવે નીસરશું કદા થાણું કબ અણગાર... ૨ ઢાળ ૩ઃ ધન ધન જે મુનિવર ધ્યાનેં રમે કરતાં આતમ શુદ્ધ મુનીસર ! રાજા ચિતે સદ્ગુરૂ સેવના કરશું નિર્મલ બુદ્ધ... શુદ્ધ મુનીસર ! ધનધન૦ ૧ બહુ શમદમ સમિતિ સેવશું ધરશું આતમધ્યાન શુદ્ધ મુનીસર ! ઈમ ચિતવતાં અપૂરવ ગુણ ચઢે શ્રેણીએ શુકલધ્યાન... શુદ્ધ મુનીસર ! ધનધન૦ ૨ ધ્યાનબળે સવિ આવરણ ક્ષય કરી પામ્યા કેવલ જ્ઞાન શુદ્ધ મુનિસર ! હર્ષધરી સોહમપતિ આવીયા દઈ વેષ વધે બહુમાન... શુદ્ધ મુનીસર ! ધનધન૦૩ સાંભળી માત-પિતા મન સંભ્રમે આવ્યા પુત્રની પાસ શુદ્ધ મુનિસર ! એ શું ? એ શું ? એણીપરે બોલતાં હરિ સિંહ હર્ષ ઉલ્લાસ શુદ્ધ મુનીસર ! ધનધન૦ ૪ યિતા આઠ સુણી મન હર્ષથી ઉલટ અંગ ન માય શુદ્ધ મુનિસર ! સંવેગ રંગતરંગમેં ઝીલતી આઠે કેવલી થાય... શુદ્ધ મુનીસર ! ધનધન૦ ૫ સુધન સારથ પણ મન ચિંતવે કૌતુક અદ્ભુત દીઠ શુદ્ધ મુનિસર ! નરપતિ પૂછે મુનિ ચરણે નમી સ્નેહનું કારણ જિટ્સ... શુદ્ધ મુનીસર ! ધનધન૦ ૬ કેવલી કહે પૂરવભવ સાંભળો નયરી ચંપા જયરાય શુદ્ધ મુનિસર ! સુંદરી પ્રિયમતી નામે તેહને કુસુમાયુધ સુત થાય... શુદ્ધ મુનીસર ! ધનધન૦૭ દંપતી સંયમ પાળી શુભમના વિજયવિમાને તે જાય શુદ્ધ મુનિસર ! અનુત્તર સુખવિલસી સુર તે ચવ્યા થયાં તુમે રાણીને રાય... શુદ્ધ મુનીસર ! ધનધન૦ ૮ કુસુમાયુધ પણ સંયમી સુર ચવી થયો તુમ સુતતણે નેહ શુદ્ધ મુનિસર ! માત-પિતા પણ પૃથ્વીચંદ્રના સુણી થયા કેવલી તેહ... શુદ્ધ મુનીસર ! ધનધન૦ ૯ સજ્ઝાય સરિતા ૧૯૦
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy