SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ હવે કુમર શુભ ચિત્તમે ધર્મધ્યાન સાંભરીયા રે લો.. અહો ! ધર્મ. ૧૨ સંયમ લેઈ સગુરૂ ને શ્રુત ભણશું સુખકારી રે લો, અહો ! શ્રુત સમતા રસમાં ઝીલશું કામકષાયને વારી રે લો... અહો ! કામ. ૧૩ ગુરૂ વિનય નિત્ય સેવશું તપ તપશું મનોહારી રે લો, અહો ! તપ૦ દોષ બેતાલીસ ટાળશું માયા-લોભ નિવારી રે લો... અહો ! માયા. ૧૪ જીવિતમરણે સમપણું સમ તૃણ-મણિ ગણશું રે લો, અહો ! સમ૦ સંયમયોગે થિર થઈ મોહરિપુને હણશું રે લો, અહો ! મોહ૦ ૧૫ ગુણસાગર ગુણશ્રેણીયે થયા કેવલ નાણી રે લો, અહો થયા. નારી પણ મન ચિંતવે વરીયે અમે ગુણખાણી રે લો... અહો ! વરીયે ૧૬ અમે પણ સંયમ સાધશું નાથ નગીનાની સાથે રે લો, અહો ! નાથ૦ એમ આઠે થઈ કેવલી તે સવિ પિયુડા હાથે રે લો... અહો ! તે સવિ૦ અંબર ગાજે દુંદુભિ જયજયારવ કરતા રે લો... અહો ! જયારવન્ટ સાધુવેષ તે સુરવરા સેવાને અનુસતા રે લો... અહો ! સેવાને૦ ૧૮ ગુણસાગર મુનિરાજના માત-પિતા તે દેખી રે લો, અહો ! માત, શુભસંવેગે કે વળી ઘાતીચાર ઉવેખી રે લો, અહો ! ઘાતી, ૧૯ નરપતિ આવે વાંદવા મન આશ્ચર્ય આણી રે લો, અહો ! આશ્ચર્ય શંખ કલાવતી ભવ થકી નિજચરિત્ર વખાણી રે લો... અહો ચરિત્ર) ૨૦ ભવ એક્વીસ તે સાંભળી બૂઝયા કેઈ પ્રાણી રે લો, અહો ! બૂઝયાસુધન કહે ગુણ સાહિબા અત્ર આવ્યો ઉમાહી રે લો... અહો ! અa૦ ૨૧ પણ તે કૌતુક દેખવા મનડો મુજ હરખાયો રે લો, અહો મનડો૦ કેવલજ્ઞાની મુજ કહે શું કૌતુક ઉલ્લાસે રે લો... અહો ! શું૦ ૨૨ એહથી અધિકું દેખશો અયોધ્યા નામા ગ્રામે રે લો, અહો ! અયોધ્યા૦ તે નિસુણી મુનિ પય નમી આવ્યો છું હું ઈણ ઠામે રે લો... - અહો ! આવ્યો. ૨૩ કૌતુક તુમ પ્રસાદથી જોશું સુજશ સુખકામી રે લો, અહો ! જોશું. એમ કહીને સુધન તિહાં ઉભો રહ્યો શિર નામી રે લો... અહો ! ઉભો. ૨૪ દુહા પૃથ્વીચંદ્ર તે સાંભળી વાવ્યો મને વૈરાગ ધન ધન તે ગુણસાગરૂ પામ્યો ભવજલ તાગ.. ૧ T સક્ઝાય સરિતા ૧૮૯
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy