SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ દુહા કૌતુક જોતાં બહુ ગયો કાલ અનાદિ અનંત પણ તે કૌતુક જગવડું સુણતાં આતમ શાંત... ૧ કૌતુક સુણતાં જે હુવે આતમને ઉપકાર વક્તા શ્રોતા મન ગહગહે કૌતુક તેહ ઉદાર... ૨ ઢાળ-૨ આવ્યા ગજપુર નગરથી તિહાં વસે વ્યવહારી રે લો, અહો ! તિહાં વસે૦ રત્નસંચય તસ નમ છે સુમંગલા તસ નારી રે લોલ... અહો ! સુમંગલા૦ ૧ ગુણ સાગર તસ નંદનો વિદ્યાગુણનો દરિયો રે લોલ, અહો ! વિદ્યા૦ ગોખે બેઠો અન્યદા જુએ તે સુખ ભરીયો રે લો... અહો ! જુએ૦ ૨ રાજપંથે મુનિ મલપતો દીઠો સમરસ ભરીયો રે લો. અહો ! દીઠો તે દેખી શુભચિંતને પૂરવ ચરણ સાંભરીયો રે લો,... હો ! ચરણ૦ ૩ માત-પિતાને એમ કહે સુખીયો મુજ કીજે રે લો, અહો ! સુખીયો૦ સંયમ લેશું હું સહી આજ્ઞા મુજને દીજે રે લો... અહો આજ્ઞા૦ ૪ માત-પિતા કહે નાનડા સંયમે તું ઉમાહ્યો રે લો, અહો સંયમે૦ તો પણ પરણો પદમણી અમ મન હરખાવો રે લો... અહો ! અમનમન૦ ૫ સંયમ લેજો તે પછી અંતરાય ન કરશું રે લો, અહો ! અંતરાય૦ વિનયી વત અંગીકરી પછે સંયમ વરશું રે લો... અહો ! પછે૦ ૬ આઠ કન્યાના તાતને ઈમ ભાખે વ્યવહારી રે લો, અહો ઈમ ભાખે અમ સુત પરણવા માત્રથી થાશે સંયમ ધારી રે લો... અહો ! થાશે૦ ૭ ઈભ્ય સુણી મન ચમકીયા વર બીજો કરશું રે લો, અહો ! વર૦ કન્યા કહે નિજ તાતને આ ભવ અવર ન વરશું રે લો... અહો ! આ ભવ૦ ૮ જે કરશે એ ગુણનિધિ અમો પણ તેહ આદરશું રે લો, અહો ! અમે૦ રાગી-વૈરાગી દોયમેં તસ આણા શિર ધરશું રે લો... અહો ! આણા૦ ૯ કન્યા આઠના વચનથી હરખ્યા તે વ્યવહારી રે લો, અહો ! હરખ્યા૦ વિવાહ મહોત્સવ માંડીયા ધવલ મંગલ ગાવે નારી રે લો... અહો ! ધવલ૦૧૦ ગુણસાગર ગિરૂઓ હવે વરઘોડે વરસોહે રે લો, અહો ! વર૦ ચોરીમાંહે આવીયા કન્યાના મન મોહે રે લો... અહો ! કન્યાના૦ ૧૧ હાથ મેળાવો હર્ષશું સાજન જન સહુ મળીયા રે લો, અહો ! સાજન૦ સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy