________________
શ્વેતાંબી નગરીયે મોટો રાય પ્રદેશી પાપી રે પણ સદ્ગુરૂની વાણી સુણીને વિરૂઈ વાત ઉત્થાપી રે... સદ્ગુરૂ૦ ૨ પહેલે સુરલોકે અવતરીયો સુર્યાભ દેવ વિમાને રે અવલઆયુ લઘું લીલાયે ચાર પલ્યોપમ માને રે... સદ્ગુરૂ૦ ૩ તિહાંથી તે ચવીને અવતરશે મહાવિદેહ શુભક્ષેત્રે રે કેવલપામી સિદ્ધિયે જાશે વાત કહી એ સૂવે રે... સદ્ગુરૂ૦ ૪ પંડિત ઋદ્ધિવિજય ગુરૂ પાર્સે ગુરૂ સંગતિ ગુણ સુણીયા રે તે પંડિત સુખ વિજયે બુદ્ધ ભાવ ધરીને ભણીયા રે.. સદ્ગુરૂ૦ ૫
૯૫. પ્રદેશી રાજાની સઝાય (૨) પ્રાણી ! ભવસાગર ભમતાં થકાં લાધ્યો નર અવતાર હો પ્રદેશીરાજા આવો સાંભળીયે ગુરૂદેશના જેથી પામીયે ભવપાર હો પ્રદેશ રાજા સૂરીશ્વર શ્વેતાંબી નગરી સમોસર્યા શ્રીકેશી ગણધાર હો...
આવો પ્રદેશ રાજા ૧ પાપી આતમ શું નિદ્રા કહે એ તો જાગરણ કામ હો પ્રદેશ રાજા નિશે નરકતણાં દુઃખ લાવવાં દૂતી એ હિંસા નામ હો..
આવો પ્રદેશ રાજા ર પ્રાણી આતમ સરિખો પ્રાણુણો આવ્યો છે જેમ ઘર દેહ હો પ્રદેશ રાજા તો તું તેહને કેમ નથી દેખતો ? અસંખ્ય પ્રદેશી એહ હો...
આવો પ્રદેશ રાજા ૩ એહનું મૂળઘર મોક્ષમાં મોટું એહને ઋદ્ધિઅપાર હો પ્રદેશ રાજા એ તો અનંત ચતુર્મયી આતમા એકત્રીસ ગુણનો ભંડાર હો...
આવો પ્રદેશ રાજા ૪ ના'વે નજરે તે ચર્મનેત્રથી જ્ઞાનથી દેખો સરૂપ હો પ્રદેશ રાજા એવા વચન સુણી ગણધરતણાં બોલ્યો નાસ્તિક ભૂપ હો...
આવો પ્રદેશીરાજા ૫ સ્વામી ! જીવ કિહાં દીસે નહિં મેં જોયું ચોર શરીર હો પ્રદેશ રાજા ઘાલી ભુંઈરામાંહે દઢ કીયો જિહાં ન સંચરે સમીર હો...
આવો પ્રદેશ રાજા ૬ તો તે મરણ લઈ જીવ ક્યાં ગયો ક્યાંથી આવ્યા કરમીયાજીવ હો પ્રદેશીરાજ
૧૯૨
સક્ઝાય સરિતા