________________
રૂપ કળા ગુણ આગળો પૃથ્વીચંદ્ર કુમાર...મેરે લાલ ચતુરસનેહી સાંભળો... ૨ સમપરિણામી મુનિ સમો નિરાગી નિરધાર, મેરે લાલ
પિતા પરણાવે આગ્રહે ન્યા આઠ ઉદાર...મેરે લાલ ચતુરસનેહી સાંભળો...૩ ગીત-વિલાપને સમ ગણે નાટક કાય ક્લેશ, મેરે લાલ આભૂષણ તનુ ભાર છે ભોગને રોગ ગણેશ...
મેરે લાલ ચતુરસનેહી સાંભળો... ૪ હું નિજ તાતને આગ્રહે સંકટ પ્રીયો જેમ, મેરે લાલ પણ પ્રતિબોધું એ પ્રિયા માતપિતા પણ તેમ...
મેરે લાલ ચતુરસનેહી સાંભળો... ૫
જો સવિ સંયમ આદરે તો થાયે ઉપકાર, મેરે લાલ એમ શુભધ્યાને ગુણનીલો પહોંત્યો ભવન મોઝાર...
મેરે લાલ ચતુરસનેહી સાંભળો... નારી આઠને ઈમ કહે સાંભળો ગુણની ખાણ, મેરે લાલ ભોગવતાં સુખ ભોગ છે વિપાક કડુવા જાણ...
મેરે લાલ ચતુરસનેહી સાંભળો... ૭ પિાક લ અતિ મધુર છે ખાધે છડે પ્રાણ, મેરે લાલ તેમ વિષયસુખ જાણજો એહવી જિનની વાણ...
મેરે લાલ ચતુરસનેહી સાંભળો.... અગ્નિ જો તૃપ્તો ઈંધણે નદીએ જલધિ પૂરાય, મેરે લાલ તો વિષયસુખ ભોગથી જીવ એ તૃપ્તો થાય...
મેરે લાલ ચતુરસનેહી સાંભળો.... ભવોભવ ભમતાં જીવડે જેહ આરોગ્યાં ધાન, મેરે લાલ તે સવિ એકઠાં જો કરે તો સવિ ગિરિવર માન...
મેરે લાલ ચતુરસનેહી સાંભળો... ૧૦ વિષયસુખ સુરલોકમેં ભોગવીયા ઈણ જીવ, મેરે લાલ તોપણ તૃપ્ત જ નવિ થયો કાલ અસંખ્ય અતીવ...
મેરે લાલ ચતુરસનેહી સાંભળો... ૧૧ ચતુરા સમજો સુંદરી મુંઝો મત વિષયને કાજ, મેરે લાલ સંસાર અટલી ઉતરી લહીયે શિવપુર રાજ...
૧૮૬
સજ્ઝાય સરિતા