________________
મસ્તકે અંજલી માંડીને નમોઽહંતે સિદ્ધ સૂરદ
ખમી ખામે સહુ જીવને ટાળે અષ્ટાદશ અથ વૃંદ... પ્રણમીયે૦ ૧૦ ધ્યાન જલે નિજ કાયનો ધોઈ પાપપંક સમાજ
અંતે અણુઅણ આદરી પહોતો સર્વાર્થ સિદ્ધ મુનિરાજ... પ્રણમીયે૦ ૧૧ ધન ધન તે જગ મુનિવરા ધન ધન ઉજવલ ભાવ
ભાવ વિના છે સહુ વૃથા જેમ શઢવિહૂણો નાવ... પ્રણમીયે૦ ૧૨ સંવત અંક મુનિ અડ મહી વળી દ્વિતીય આસો માસ
રિટ્ઝતેરસે રંગે કરી રચના અતિહિં ઉલ્લાસ... પ્રણમીયે૦ ૧૩ ગુરૂ ગૌતમ સીસ તેહના ખુશાલવિજય ગુરૂરાય
તાસતણે સુપસાયથી કહે ઉત્તમ આનંદ પાય... પ્રણમીયે૦ ૧૪ એહવા મુનિગુણ ગાવતાં લહું વંછિત ઋદ્ધિ રસાલ ભણે-ગણે જે સાંભળે તસ ઘર મંગલ માળ... પ્રણમીચે૦ ૧૫
૯૩. પૃથ્વીચંદ ગુણસાગરની સજ્ઝાય (ઢાળ-૩)
દુહા શાસન નાયક સુખરૂ વંદી વીર જિણંદ પૃથ્વીચંદ મુનિ ગાયશું ગુણસાગર સુખકંદ... ૧ ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ વાત ઘણી વૈરાગ્યની સાંભળજો મન રંગ... ૨ શંખ કલાવતી ભવ થકી ભવ એકવીસ સંબંધ ઉત્તરોત્તર સુખ ભોગવી એકવીસમે ભવે સિદ્ધ... ૩ પણ એકવીસમા ભવ તણો અલ્પ કહું અધિકાર સાંભળજો સન્મુખ થઈ આતમને હિતકાર... ૪ ઢાળ ૧૦ નગરી અયોધ્યા અતિભલી રાજ્ય કરે હરિસિંહ, મેરે લાલ પ્રિયા પદ્માવતી તેહને સુખવિલસે ગુણગેહ...
મેરે લાલ ચતુરસનેહી સાંભળો સર્વારથથી સુર ચવી તસ કુખે અવતાર, મેરે લાલ
સજ્ઝાય સરિતા
૧૮૫