________________
મન માચ્યો રાચ્યો ઘણું રે લાજ્યો નહિંય લગાર... ભવિકજન૦ ૭ લોક કહે ધિક તેહને ૨ે ચિંતે કંડરીક મન્ન
કરી ઈચ્છાભોજન પછી રે દંડીશું દુરજન્ન... ભવિકજન૦ ૮ ઈમ કહી અમૃત સારિખું રે કીધું ભોજનસાર
માગ ન રાખ્યો પાણીનો રે થયો આકુલ તિણવાર... ભવિકજન૦ ૯ બાંહ્ય ગ્રહીને સેવકે રે આણ્યો શય્યામાંહિ
શૂલ રોગ થયો તેહરે રે
આર્ટ રૌદ્ર મન ત્યાંહિ... ભવિકજન૦ ૧૦ મરી રે સાતમી નરકે જાય
ધ્યાન અશુભ ધરી તે ઉષ્ણ શીત સહે વેદના રે ચરણ ભ્રષ્ટ ફળ પાય... ભવિકજન૦ ૧૧
પ્રણમીયે૦ ૧
ઢાળ ૬ પુંડરીક હવે ચિંતવે ધન્ય મુજ ભાગ્ય વિશેષ મમતા માયા પરિહરી લીધું સંયમ ભાવ અશેષ પ્રણમીયે પુંડરીક ઋષિરાય ત્રિકરણ મન-વચ-કાય, ઉપકરણ જેહ ચરણનાં નિજ બાંધવના હતા જેહ ઓઘો પાત્ર ને મુહપત્તી લીધાં આનંદ અધિક સનેહ... પ્રણમીયે૦ ૨ મનચિંતે હવે ધન્ય હું કરૂં આતમ કારજ પરભાતે જઈ ગુરૂ કને શુદ્ધપાળું સંયમ ભાર... પ્રણમીયે૦ ૩ ચાલ્યો તિહાંથી એકલો વન પંચાનન પરે જેહ
સાર
ઉર્વી ઉપર ચાલતો ખુંચે કાંકરી ચરણે તેહ... પ્રણમીચે૦ ૪ શ્રમ લાગ્યો તસ પંથનો મુનિ પુંડરિક મહારાય
તરણી તાપે તનુ તપે રહ્યા કોઈક ગામે આય... પ્રણમીયે૦ ૫ જોઈ ઉપાશ્રય અતિભલો રહ્યો શર્વરી તિણે ઠાય
દર્ભસંથારો કરી તિહાં બેઠો ધન્ય ધન્ય તે મુનિરાય... પ્રણમીયે૦ ૬ ધ્યાન ધરમનું ધારતો શુભ લેશ ભાવે શુદ્ધ
કયારે ગુરૂ પાસે જઈ પાળું સંયમ નિરમલ બુદ્ધ... પ્રણમીયે૦ ૭ તાસ શરીરે વેદના થઈ કોઈ કર્મવસેણ
નહિ માયા કાયા તણી મુનિધ્યાન અચલ મન તેણ... પ્રણમીયે૦ ૮ પુદ્ગલ આતમ તે બિહું ભિન્નભાવ જાણે તેહ
ભાવના દ્વાદશ ભાવતો ગુરૂ
સમરે મુનિ ધન તેહ... પ્રણમીયે૦ ૯
સજ્ઝાય સરિતા
૧૮૪