________________
એહવું ચિંતવી આવીયો નિજનગરે તત્કાલ ઓધો મુહપત્તી પાતરાં વળગાડ્યા તરૂડાલ... ૯
દ્રવ્ય લિંગ મૂકી કરી બેઠો હરિત ઉદ્યાન
વધામણી સુણી આવીયો શ્રી પુંડરીક રાજાન. ૧૦ પંચાભિગમ સાચવી પ્રદક્ષિણા પ્રત્તિપત્ત બાંધવ મુનિવર જાણીને સ્તવે ભાવે શુભ ચિત્ત... ૧૧
ઢાળ ૪ થયો ચારિત્રવંતો, વિશ્વ વિદીતો સંયમી સાધુજી મુનિ તુજ ગુણ ગાવે નિર્મલ થાયે આતમા સાધુજી તમે બહુ ગુણવંતા સંયમવંતા સંયમી સાધુજી વળી ત્રણ ગુમિ પંચસમિતિ સાધતા સાધુજી... ૧ અપ્રમત્ત પ્રમત્તે ગુણ બિહું પત્ત સંયમી સાધુજી નિમોંહી અમાની તું શુભ ધ્યાની છે સદા સાધુજી અકષાયી લેશી ઉજજવલ લેશી સંયમી સાધુજી તમે અવરને આતમાં એકણ ભાંતમાં ધારીયા સાધુજી... ૨ તું મોહન ગારો પૂજ્ય છે પ્યારો સંયમી સાધુજી ઉપશમ કટારે દોય અટારા વારીયા સાધુજી દહી કર્મ સમિધને પામશો સિદ્ધિને સંયમી સાધુજી તુમે ચઢીય અયોગી શિવસુખ ભોગી થાયશો સાધુજી... ૩ પાંચ નિદ્રાની ફેટી દૂર ઉછેટી સંયમી સાધુજી નહિં ક્રોધ કષાયા મોહને માયા ઉઝિયા સાધુજી નવકોટમાં ખાસી નગરીના વાસી સંયમી સાધુજી સમતા સાયરીયા ગુણમણિ ભરીયા શુદ્ધ તું સાધુજી... ૪ દ્રવ્ય-ભાવથી શૌચા સંયમ રાચ્યા સંયમી સાધુજી તું નિજ મન મોજે પરીષહ ફોજે ભીડીયો સાધુ તુમે મરદ અવલ્લા વિશ્વ એકલ્લા સંયમી સાધુજી તમે કર્મના કું ભી તેહથી જુથી જીતીયા સાધુજી... ૫ બલ કેશરી સરીખો મેં તુમ પરખ્યો સંયમી સાધુજી મદ આઠ જે માઠા દૂરજે નાઠા તુજ થી સાધુજી
૧૮૨
સક્ઝાય સરિતા