________________
રાજ્ય સાંસારિક સુખ બહુ વિલસ્યાં જગતીમાં જસ લીધો
જરા નિકટ આવી તે માટે વૈરાગ્ય અમૃત પીધો... ચેતન૦ ૮ તે સાંભળી કહે કંડરીક ભાઈ તમે રહે અમે વ્રત ધરશું
સંયમ મારગ સૂધો પાળી શિવસુંદરી વશ કરશું... ચેતન૦ ૯ પુંડરીક કહે-સંયમ કરણી દુષ્કર પોઢવું ધરણી પંચમહાવ્રતગિરિ શિર ચઢવું માંડી નભનીસરણી... ચેતન૦૧૦ અશન બેતાલીસ દોષે વર્જિત બાવીસ પરીષહ સહેવાં
તુજથી તો તે કિમ સહેવાશે સંયમ ભાર જે વહેવા... ચેતન૦ ૧૧ જિમ જિમ પુંડરીક તસ સમજાવે તિમ તિમ અનુમતિ જાયે
મોહ મહામદ દૂર કરીને સંયમ વરીયું સાચે... ચેતન૦ ૧૨ સંયમ નિરતિચારે પાળે કાળ બહુ શુભધ્યાને
કહે ઉત્તમ વિચરતા આવ્યા પુષ્પાવતી ઉદ્યાને... ચેતન૦ ૧૩
ઢાળ ૩
શુભધ્યાને કાઉસગ્ગ રહ્યા કંડરીક ઋષિરાજ
સાંભળી પુરજન આવીયા મુનિવર વંદનકાજ-ધનધન સાધુ નીરાગીયા... ૧ એહવે સમય વસંતનો ફૂલી ફળી વનરાજિ નરનારી બહુ તિહાં મળ્યા ક્રીડા કરવાને કાજ... ૨ હસતાં-રમતાં જમે વળી પુત્ર રમાડે રે હાથ આપે સુખલડી વળી બેઠાં દંપતી સાથ... ૩
કેઈ ગાતી કેઈ નાચતી ફરતી ફુદડી કેઈ બેઠી વાત કે વળી હસતી તાળી દેઈ... ૪ ગુંથે ચોસર ફુલના છેલછબીલા રે લોક
દેખી મુનિમન ચિંતવે ધનસંસારી રે લોક... પ
સ્વર્ગ જિસ્યા સુખ ભોગ એ વિનતા તણા વિલાસ ઈચ્છિત ભોજન નિત જમે ઉન્નત રહે આવાસ... ૬
સંયમ એહ શું કામનું નરક સમું વ્રત દુ:ખ વનવસવું મહી પોઢવું સંયમમાંહિ શું સુખ... ૭
રાજ્ય જઈ હવે ભોગવું ભામિની ભોગ રસાલ ઈચ્છાભોજન જઈ કરૂં મૂકું એહ જંજાલ... ૮
૧૮૧
સજ્ઝાય સરિતા