________________
મનમોહનમેરે ૬ પાંડવ પાંચે વિચારીયું મનમોહનમેરે આપણ લેશું સંયમ ભાર રે મનમોહનમેરે પુત્રને રાજ્ય સોંપી કરી મનમોહનમેરે દ્રૌપદીસ્યુ કરે વિચાર રે..
મનમોહનમેરે૭ દ્રૌપદી વળતું ઈમ કહે મનમોહનમેરે હું તો મેલું સંસારનો પાસ રે મનમોહનમેરે કંત વિના શી કામિની મનમોહનમેરે મુજ ભલો નહિં ઘરવાસ રે.
મનમોહનમેરે ૮ પાંચે આવી ગુરૂને કહે મનમોહનમેરે અમે લેશું સંયમ ભાર રે મનમોહનમેરે માનવ ભવ અતિ દોહિલો મનમોહનમેરે અમે પાળશું નિરતિચાર રે.
મનમોહનમેરે ૯ ગુરૂ કહે-પાંડવ સુણો મનમોહનમેરે તમે રાજપુત્ર સુકુમાલ રે મનમોહન મેરે ચારિત્ર પંથ અતિ આકરો મનમોહનમેરે તમે કેમ સહેશો ભૂપાલ રે...
મનમોહનમેરે ૧૦ ઘર ઘર ભિક્ષા માગવી મનમોહનમેરે સરસ નીરસ આહાર રે મનમોહનમેરે પાય અડવાણે ચાલવું મનમોહનમેરે વ્રત પાળવું ખાંડાની ધાર રે...
| મનમોહનમેરે ૧૧ તપ તપે અતિ આકરા મનમોહનમેરે માસખમણ મન રંગ રે મનમોહનમેરે જિહાં લગે નેમ ન વાંદીયે મનમોહનમેરે અભિગ્રહ કર્યો મન ચંગ રે.
મનમોહનમેરે ૧૨ હસ્તિશીર્ષપુર (હકુંડી) પધારીયા મનમોહનમેરે પારણાનો દિવસ તે જાણ રે મનમોહનમેરે નગરમાં ફરતા ગોચરી મનમોહનમેરે સુણ્ય નેમિતણું નિવણ રે..
મનમોહનમેરે ૧૩ આહાર વહોરી મુનિવર વળ્યા મનમોહનમેરે આવ્યા ગુરૂની પાસ રે મનમોહનમેરે ગુરૂને કહે-અમે સાંભળ્યું મનમોહનમેરે નેમજી પહોંચ્યા શિવપુર વાસ રે.
મનમોહનમેરે ૧૪ મનના મનોરથ મનમાં રહ્યા. મનમોહનમેરે નવિ ચઢીયાં ગઢ ગિરનાર રે મનમોહનમેરે આહાર લેવો જુગતો નહિં મનમોહનમેરે અમને અણસણ સાર રે...
મનમોહનમેરે ૧૫ માસખમણનું પારણું મનમોહનમેરે નવિ કીધું મુનિવર કોય રે મનમોહનમેરે
૧૭૮
સઝાય સરિતા