________________
આહાર પરઠવ્યો કુંભ શાળાએ મનમોહનમેરે પછે ચઢ્યા વિમલગિરિ સોય રે... મનમોહનમેરે ૧૬ તિહાં જઈ અણસણ આદર્યું મનમોહનમેરે પાદપોપગમન સાર રે મનમોહનમેરે શીલા ઉપર કરી સાથરો મનમોહનમેરે ઋષિપોઢ્યા જિમ વૃક્ષની ડાળ રે... મનમોહનમેરે ૧૭ દોય માસની સંલેખણા મનમોહનમેરે અંતે પામ્યા કેવલ સાર રે મનમોહનમેરે પાંડવ પાંચે મુગતે ગયા મનમોહનમેરે તવ હુઓ જય જયકાર રે... મનમોહનમેરે ૧૮ હીરવિજયસૂરિ રાજીયો મનમોહનમેરે તપગચ્છ ઉદ્યોતકાર રે મનમોહનમેરે કરજોડી કવિયણ ભણે મનમોહનમેરે મુજ આવાગમન નિવાર રે... મનમોહનમેરે ૧૯
૯૨. પુંડરીક-કંડરીકની સજ્ઝાય (ઢાળ-૬)
દુહા સ્વસ્તિ શ્રી વરદાયિની સમરી શારદ માય ગુણ ગાઉં કંડરીકના પુંડરીક ઋષિરાય... ૧ એહીજ જંબૂ દ્વીપના ક્ષેત્ર વિદેહ વખાણ પુંડરિકિણી નામે પુરી પુષ્પલ વિજયે જાણ... ૨ મહાપદ્મ રાજા તિહાં ન્યાયે જિમ રૃપ રામ શીલવિનયગુણ શાલિની પદ્માવતી પ્રિયા નામ... ૩ તે નૃપને બિહું પુત્ર છે શાસ્ત્ર વિશારદ સાર પુંડરીક કંડરીક લઘુ અનુપમ રૂપ ઉદાર... ૪ મહાપદ્મ તે નરપતિ સુખભર રાજ્ય કરત પ્રજા પુત્ર તણી પેરે પાળે પ્રેમ ધરંત... પ
ઢાળ ૧
તિક્ષ્ણ નગરીએ અન્યદા રે નલિની વન ઉદ્યાન સુવ્રત સૂરિ સમોસર્યા રે બહુપરિકર શુભ ધ્યાન રે મુનિજન ! પ્રણમો પદ ત્રણ કાળ જિમ લહો ઋદ્ધિ રસાળ રે... મુનિજન૦ ૧ વનપાલકે વધામણી રે રૃપને દીધ તિવાર
સજ્ઝાય સરિતા
૧૭૯