________________
દેવકીસુત સુલ સાતણા રે, નેમ તણી સુણી વાણી રે; બત્રીસ – બત્રીસ પ્રિયાતણાં રે, પરિહર્યા ભોગ વિલાસ રે. નવિ રે૧૧ નારી નરકની ખાણ છે રે, નરકની દીવી છે નાર રે; તમે તો મહામુનિરાજ છો રે, જેમ પામો ભવજલ પાર રે. નવિ ર૦ ૧૨ અંકુશ ગજ વશ આણીયો રે, રાજમતીયે રહનેમ રે; તેમ વચને અંકુશે આણીયો રે, નાગિલાએ ભવદવ તેમ રે. નવિ રે, ૧૩ નાગિલાએ નાથ સમજાવીયો રે, ફરી લીધો સંયમ ભાર રે; ભવદેવ દેવલોકે ગયા રે, હુઆ હુઆ શીવકુમાર રે. નવિ ર૦ ૧૪ ત્રીજે ભવે જંબુસ્વામીજી રે, પરણ્યા પવિણી આઠ રે; કોડ નવાણું કંચન લાવીયા રે, તેહ છે સિદ્ધાંતનો પાઠ રે. નવિ રે, ૧૫ પ્રભવાદિક ચોર પાંચશે રે, પવિણી આઠે નાર રે, કર્મ ખપાવી મુક્ત ગયા રે, સંઘવિજય સુખકાર રે. નવિ રે. ૧૬
[X૯૦. નેમનાથરાજીમતીના ૯ ભવની સઝાય રાણી રાજુલ કરજોડી કહે એ તો જાદવકુલ શણગાર રે, વાલામારા ભવ રે આઠનો નેહલો પ્રભુ મત મેલો વિસારી રે... વાલા મારા ૧ વારી હું જિનવર નેમજી એક વિનતડી અવધાર રે, વાલામારા સુરતરૂ સરીખો સાહિબો હું તો નિત્ય નિત્ય ધરૂ દેદાર રે... વાલા મારા ૨ પ્રથમ ભવે ધનવંતીનો તું ધન નામે ભરથાર રે, વાલામારા નિશાળે જાતાં મુજને છાનો મેલ્યો મોતી કેરો હાર રે... વાલા મારા ૩ દીક્ષા લેઈ હરખે કરી તિહાં દેવતણો અવતાર રે, વાલામારા ક્ષણ વિરહો ખમતા નથી તિહાં પણ ધરતા પ્યાર રે... વાલા મારા ૪ ત્રીજે ભવે વિદ્યાધર તિહાં ચિત્રગતિ રાજકુમાર રે, વાલામારા ભૂપની પદવી ભોગવી હું રત્નવતી તુજ નાર રે... વાલા મારા ૫ મહાવ્રત પાળી સાધુનાં તિહાં ચોથે ભવે સુર દાર રે, વાલામારા આરણ દેવલોકે બેઉ જણાં સુખ વિલમ્યાં શ્રીકાર રે... વાલા મારા ૬ પાંચમો ભવ અતિ શોભતો તિહાં નૃપ અપરાજીત સાર રે, વાલામારા પ્રીતમવતી હું તાહરી થઈ પ્રભુ હૈયાનો હાર રે... વાલા મારા ૭ ગ્રહી દીક્ષા હરખે કરી તિહાં છઠે ભવે સુરદાર રે, વાલામારા
૧૭૬
સઝાય સરિતા