________________
સાતમે દિવસે કપાળમાં શૂળ થયું કરે આરાધના સારો રે... મમ૦ ૪૫ શરણાં સ્વીકારી પુરૂં કરી આઉખું રહી શુભ ધ્યાન મોઝાર રે સુધમાં દેવલોકે તેહ ઉપન્યો સુખ વિલસે શ્રીકાર રે... મમ૦ ૪૬ એમ જાણીને ધર્મજ આદરો તો સુખ પામો અપાર રે જ્ઞાનવિમલસૂરિ ઈમ કહે ધર્મો જય જયકાર રે... મમ) ૪૭
૮૯. નાગિલાની સઝાય ભવદેવભાઈ ઘેર આવીયા રે, પ્રતિબોધવા મુનિરાજ રે, હાથમાં તે દીધું વૃતનું પાતરૂં રે, ભાઈ ! મને આઘેરો વોળાવ રે; નવિરે પરણ્યા ને ગોરી નાગિલા રે, ખટકે મારા હૈડા માંહિ રે. નવિ ર૦ ૧ એમ કરી ગુરુજી પાસે આવીયા રે, ગુરુજી પૂછે દીક્ષાનો કાંઈ ભાવ રે; લાજે નકારો નવિ ર્યો રે, દીક્ષા લીધી ભાઈતણા ભાવ રે. નવિ ર૦ ૨ બાર વરસ સંયમમાં રહ્યા રે, હૈડે ધરતાં નાગિલાનું દાન રે; હા-હા ! મૂરખ મેં શું કર્યું રે, નાગિલા તજી જીવન પ્રાણ રે. નવિ ર૦ ૩ શશીવયણી મૃગલોચની રે, વલવલતી મૂકી ઘરની નાર રે; સોળ વરસની સુંદરી રે, સુંદર તનું સુકુમાલ રે. નવિ રે. ૪ માત-પિતા તેહને નથી રે, એકલડી અબળા બાળ રે; મુજ ઉપર અનુરાગિણી રે, હવે લઉં એહની સંભાળ રે. નવિ રે. ૫ અમર લોક તજી કરી રે, નરક ગ્રહ કોણ હાથ રે; પામ્યા સુખને તજી કરી રે, પડીયો દુઃખજંજાળ રે. નવિ ર૦ ૬ ભવદેવ ભાંગે ચિત્તે આવીયા રે, અણ ઓળખી પૂછે ઘરની નાર રે; કોઈએ દીઠી તે ગોરી નાગિલારે, અમે આવ્યા છીએ વ્રત છોડણહાર રે. ૭ નારી ભણે સુણો સાધુજી રે, વમ્યો ન લીએ કોઈ આહાર રે; હસ્તિ ઠંડીને ખર કોણ ગ્રહે રે, તમે છો જ્ઞાનના ભંડાર રે. નવિ રે૮ ઉદક વખ્યા લેવે આહારને રે, તે નવિ માનવનો આચાર રે; તમે જે ઘર અને તરૂણી તજી રે, હવે તેની શી સંભાળ રે. નવિ ૨૦ ૯ ધન્ય સુબાહુ શાલિભદ્રજી રે, ધન્ય ધન્ય મેઘકુમાર રે; નારી ત્યજીને સંયમ લીયો રે, ધન્ય ધન્ય ધન્નો અણગાર રે. નવિ ર૦ ૧૦ [ સક્ઝાય સરિતા
૧૭૫