________________
વળી શેઠે ત્રીજો પ્રશ્ન જ પૂછીયો જે બોકંડાનો વૃત્તાંત રે શા કારણે ત્યાં હસવું કરીયું તે ભાખો ભગવંત રે... મમ૦ ૩૧ મુનિ કહે ફૂડ કપટ પ્રભાવથી વળી કૂડા તોલાને માપ રે તેણે કમેં જીવ તિર્યંચ થાયે જૂઠ માયાને પ્રતાપ રે... મમ૦ ૩૨ એક દિન શેઠ બેઠો'તો દુકાનમાં ત્યાં આવ્યો ચંડાળ રે રૂઈ લેવાને નાણો આપીયો કેળવે કપટ અપાર રે.. મમ૦ ૩૩ કપટ કેળવી રૂત ઓછો કીધો ખાઈ ગયો હોય સારો રે ઘરે જઈ તેણે રત જ તોલીયો થયો કદાગ્રહ અપારો રે... મમ) ૩૪ કલેશ થયો પણ પાછો નવિ દીયો દેણું રહી ગયું તામ રે મરીને તુજ બાપ જ થયો બોક્કો મારવા લઈ જાય ઠામ રે... મમ) ૩૫ તે લઈ જતાં દુકાને જ આવીયો તુજ બાપ જ તેણી વાર રે જાતિસમરણ દેખી ઉપજ્યુ પેઠો દુકાન મઝાર રે... મમ૦ ૩૬ લોભના વશથી તું ન લઈ શક્યો મેષ ઉતરતાં તે વાર રે આંસુ ચોધારાં તેને પડીયા આવ્યો ક્રોધ અપારો રે... મમ૦ ૩૦ તવ શેઠ જ પાધરો ઉઠીયો જ્યાં ચંડાળ ત્યાં આય રે કહે મુજને તું દેને બોકડો તે કહે રહ્યો આ રંધાય રે... મમ૦ ૩૮ દેવા માંડ્યો ત્યારે નવિ લીધો તેને મેં મારી નાખ્યો રે ભાગે પગલે તે પાછો વળીયો પૂછે મુનિને તે દાખો રે... મમ૦ ૩૯ મુજ તાત પ્રભુ કઈ ગતિ સંચર્યો તવ મુનિવર કહે તામ રે રૌદ્ર ધ્યાન તુજ ઉપરે આવીયો તેણે પહેલી નરકે ઠામ રે.. મમ૦ ૪૦ નરક ગયો તે બહુ દુઃખ અનુભવે કપટ તણે પરભાવે રે એમ સુણી નાગદત્ત ધ્રુજીયો મનમાંહે પસ્તાય રે... મમ૦ ૪૧ તવ તે મુનિને કહે શેઠીયો સાત દિવસ મુજ આય રે હવે હું ધર્મ શી રીતે કર મુનિ કહે મત પસ્તાય રે... મમ૦ ૪૨ એક દિવસનું ચારિત્ર સુખ દીયે લહે સુરસંપદ સાર રે જેવા ભાવ તેવા ફળ નીપજે મત કર ચિતા લગાર રે... મમ) ૪૩ એમ સુણીને નાગદત્ત શેઠજી લેવે ચારિત્ર સાર રે એહ પરિગ્રહ સઘળો અસાર છે તજતાં ન કરી વાર રે... મમ જ ચાર દિવસ એણે ચારિત્ર પાળીયું ત્રણ દિન ક્યો સંથારો રે
૧૭૪
સક્ઝાય સરિતા