________________
સાત દિવસનું છે તુજ આઉખું સાંઝે કરીશ તું કાળ રે... મમ૦ ૧૬ મહેલની ભલામણ તો જગમાં દીયો કાંઈ તારું ભાતું ન થાવે રે તેહ થકી મને હસવું આવ્યું એ કારણ પરભાવે રે.. મમ૦ ૧૭ શેઠે પૂછયું વળી મુનિવર ભણી યે રોગે મુજ કાળ રે મુનિ કહે શુળ થાશે કપાળમાં આકરો રોગ પ્રકાર રે... મમ૦ ૧૮ જીવ આવ્યો તિમ જાશે એકલો પરભવ નહિં સથવારો રે પુત્ર માતા પરિગ્રહ અસાર છે કલત્રાદિક પરિવારો રે... મમ૦ ૧૯ વનમાં એક વટવૃક્ષ મોટો હતો બહોળી શાખા જેહની રે પશુ-પંખી ત્યાં આશરો લેતા શીતલ છાયા તેહની રે... મમ૦ ૨૦ દવતિહાં લાગ્યો માંડ્યા ઉડવા રહે એકીલો તરૂ સાર રે તેમ પરભવ જાતાં જીવ એકલો પાપ છે દુ:ખ દેનાર રે... મમ૦ ૨૧ જેમ કોઈ શહેર રાજકુંવર હતો એકલો ગયો પરદેશે રે ભાતું ન લીધું ઘણો મુંઝાણો તિમ પરભવ દુઃખ સહેશે રે... મમ૦ ૨૨ જેમ કોઈ મે'માન ઘેર આવીયો તેને જાતાં શી વાર રે એમ ઉઠી ઓચિંતુ ચાલવું જુએ ન નક્ષત્ર તીથી વાર રે... મમ૦ ૨૩ ઘરના કામ તો સર્વ અધુરા રહ્યા કોઈથી દુઃખ ન વહેંચાય રે તું ભલામણ દેતો હતો મહેલની પણ પરભવમાં શું થાય રે... મમ૦ ૨૪ વાલેસર વિના એક જ ઘડી નવિ સોહાતું લગાર રે તે વિના જન્મારો વહી ગયો નહિં કાગળ સમાચાર રે... મમ૦ ૨૫ તેણે કારણ શેઠજી ડરો પાપથી અંતરમાં વિચારો રે સૂધી ધર્મકરણી સમાચરો તો તરશો એ સંસારો રે... મમ૦ ૨૬ વળી પણ શેઠે પ્રશ્ન જ પૂછયો હું મુજ પુત્ર રમાડું રે ત્યારે પણ તમે હસવું કરીયું મુજ મન તેથી અકળાયું રે... મમ૦ ૨૭ મુનિ કહે તે તુજસ્ત્રીનો જાર છે તે તારા હાથે માર્યો રે તે વેર લેવા તુજ કુળ આવીયો હવે સાંભળ તેનો વિચારો રે... મમ0 ૨૮ છેર દઈ તુજ નારીને મારશે વરતશે ભુંડો આચાર રે નાણું ખોશે વ્યસની અતિઘણો મૂરખ બહુ અવિચાર રે... મમ૦ ૨૯ મોટો થાશે તે મહેલ જ વેચશે નહિં રહેવા દે કાંઈ રે પેશાબ તું પીતો હતો તેહનો તેણે મુજ હસવું થાય રે... મમ૦ ૩૦
સક્ઝાય સરિતા
૧૭૩