________________
૮૬. નંદિષણમુનિની સજ્ઝાય (૨) (ઢાળ-૩)
ઢાળ ૧
રાજગૃહી નગરીનો વાસી શ્રેણીકનો સુત સુવિલાસી, હો મુનિવર વૈરાગી નંદિષણ દેશના સુણી ભીનો ના-ના કહેતાં વ્રત લીનો... હો મુનિવર વૈરાગી ૧ ચારિત્ર નિત્ય ચોખ્ખું પાળે સંયમ રમણીશું મ્હાલે, હો મુનિવર વૈરાગી એક દિન જિનપાયે લાગી ગોચરીની અનુમતિ માગી... હો મુનિવર વૈરાગી ૨ પાંગરિયો મુનિ વહોરવા ક્ષુધાવેદની કર્મ હરવા, હો મુનિવર વૈરાગી ઉંચ-નીચ-મધ્યમ ફુલ મોટા અટતો સંયમરસ લોટા... હો મુનિવર વૈરાગી ૩ એક ઉંચુ ધવલ ઘર દેખી મુનિવર પેઠો શુદ્ધ ગવેખી, હો મુનિવર વૈરાગી તિહાં જઈ દીધો ધર્મલાભ વેશ્યા કહે ઈહાં અર્થલાભ... હો મુનિવર વૈરાગી ૪ મુનિ મન અભિમાનજ આણી ખંડ કરી નાખ્યું તૃણ તાણી, હો મુનિવર વૈરાગી સોવન વૃષ્ટિ હુઈ બાર કોડી વેશ્યા વનિતા કહે કરજોડી...
હો મુનિવર વૈરાગી પ
ઢાળ ૨
થૅ તો ઉભા રહીને અરજ અમારી સાંભળો સાધુજી થેં તો મોટા કુળના જાણી મૂકીદ્યો આમળો સાધુજી થેં તો લેઈ જાઓ સોવન કોડી ગાડા ઉટે ભરી સાધુજી નહિ આવે અમારે કામ ગ્રહો પાછા ફરી... સાધુજી ૧ થારા ઉજવલ વસ્ત્ર દેખી મોહે મન માહરૂં સાધુજી થારો સુરપતિથી પણ રૂપ અધિક છે વાહરૂ સાધુજી થારા મૃગ સમ સુંદર નેત્ર દેખી હર્ષ લાગણો સાધુજી થારો નવલો જોબન વેશ વિરદુ:ખ ભાંજણો... સાધુજી ૨ એ તો યંત્ર જડિત કબાટ કુંચી મેં કર ગ્રહી સાધુજી મુનિ વળવા લાગ્યો જામ કે આડી-ઉભી રહી સાધુજી મેં તો ઓછી સ્ત્રીની જાતિ મતિ કહી પાછળે સાધુજી થેં તો સુગુણ ચતુર સુજાણ વિચારો આગળે... સાધુજી ૩ થેં તો ભોગ પુરંદર હું પણ સુંદરી સારી સાધુજી થેં તો પહેરો નવલા વેશ ઘરેણાં જરતારી સાધુજી
00
સજ્ઝાય સરિતા
૧૬૯