SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ કહે શ્રેણીક જા ઈહાં થકી એહની છે ઘણી વાત રે... સમક્તિ- ૭ નંદા માતા સાથસે લીધો સંયમ ભાર રે વિજય વિમાને ઉપન્યા કરશે એક અવતાર રે... સમકિત, ૮ શ્રેણીક કોણિકને થયા વેરતણા અનુબંધ રે તે સવિ અભય સંયમ પછી જાણો કર્મ સંબંધ રે... સમકિત, ૯ જ્ઞાનવિમલ પ્રભુ વીરજી આણ ધરે જે સીસ રે તે નિત નિત લીલા લહે જાગતી જાસ જગીસ રે... સમક્તિ ૧૦ X ૮૫. નંદિષણમુનિની સઝાયો (૧) સાધુજી ન જઈએ રે પરઘર એકલાં રે, નારીનો કવણ વિશ્વાસ નંદિષેણ ગણિકા વચને રહ્યા રે, બાર વરસ ઘરવાસ. સા. ૧ સુકલિની વર કામિની પાંચશેરે, સમરથ શ્રેણિક તાત; પ્રતિબુઝયો વચને જિનરાજને રે, વ્રતની કાઢી રે વાત. સા. ૨ ભોગ કરમ પોતે વિણ ભોગવે રે, ન હોવે છુટક બાર; વાત કરે છે શાસનદેવતા રે, તોય લીધો સંજમ ભાર. સા. ૩ કંચન કોમલ કાયા શોષવી રે, વિરસ નિરસ આહાર; સંવેગી મુનિવર શિર સેહરો રે, બહુ બુદ્ધિ અક્કલ ભંડાર. સા. ૪ વેશ્યા ઘર પહોંચ્યો અણજાણતો રે, ધર્મ લાભ દીયે જામ; ધર્મલાભનું કામ ઈહાં નહિ રે, અર્થ લાભનું કામ. સા. ૫ બોલ ખમી ન શક્યા ગરવે ચડયા રે, ખેંચ્યું તરણું રે નેવ; દીઠું ઘર સારુ અરથે ભર્યું રે, જાણે પ્રત્યક્ષ દેવ. સા. ૬ હાવ ભાવ વિભ્રમ વસે આદરી રે, વેશ્યા શું ઘરવાસ; પણ દિન પ્રતિ દશ દશ બુઝવી રે, મૂકે પ્રભુજીની પાસ. સાવ ૭ એક દિવસ નવ તો આવી મલ્યા રે, દસમો ન બુઝે કોય; આસંગાયત હાસ્ય મિષે કહે રે, પોતે દશમા રે હોય. સા. ૮ નંદિષણ ફરી સંયમ લીયે રે, વિષય થકી મન વાળ; ચૂકીને પણ જે પાછા વળે રે, તે વિરલા ઈણે કાળ. સા. ૯ વ્રત અકલંક જો રાખવા ખપ કરો રે, તો ઈણ જુઠે સંસાર; કવિ જિનહર્ષ કહે તું એકલો રે, પરઘર ગમન નિવાર. સા. ૧૦ ૧૬૮. સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy