________________
૩
સમકિતવિણ ભવજલમાં પડતાં કોઈ ન રાખણહારો રે... ૨ ક્ષેત્રવિદેહે સંયમ લેશે હોસ્મે પંચમનાણી રે બહુનરનારી પાર ઉતારી પરણશે શિવરાણી રે... એ દર્દુરની ઉત્પત્તિ ગોયમ ! વીરવદે ઈમ વાણી રે ઈણ કારણ મિથ્યાત્વ નિવારો જિન આણા મન આણી રે... ૪ સંવત સત્તર (ઓગણીસ) છાસઠ વરસે રહી રાજનગર ચોમાસે રે ભાદરવા સુદિ દશમને દિવસે ગુરૂવારે ઉલ્લાસે રે... ૫ શાહ ધરમસી તસ સુત માણેક શ્રાવક સમકિત ધારી રે શુદ્ધ પરંપરા ધર્મધુરંધર જિનઆણા જસ પ્યારી રે... ૬ એહ પ્રબંધ મેં તાસ કથનથી છઠ્ઠા અંગથી લીધો રે
તેરમે અધ્યયને છે પ્રસિદ્ધો તસ સઝાય એ કીધો રે... ૭ વિમલ વિજય ઉવજઝાય પસાયા શુભ વિજય બુધ રાયા રે
રામ વિજય તસ ચરણ પસાયા એ ઉપદેશ સુણાયા રે... ૮ જે નરનારી ભાવે ભણશે તેહના કારજ સરશે રે દુ:ખ દોહગ દૂરે નિવારી અનુક્રમે શિવસુખ વરશે રે... ૯ ૮૪. નંદાસતીની સજ્ઝાય
બેનાતટ નયરે વસે વ્યવહારી વડ મામ રે
શેઠ ધનાવહ નંદિની નંદાગુણ મણિ ધામ રે... સમકિત૦૧ સમતિ શીલ ભૂષણધરો જિમ લહો અવિચલ લીલ રે સહજ મળે શિવસુંદરી કરીય કટાક્ષ કલ્લોલ રે... સમતિ૦ ૨ પ્રસેનજીત નરપતિ તણો નંદન શ્રેણીક નામ રે
કુમરપણે તિહાં આવીયો તે પરણી ભલે મામ રે... સમતિ૦ ૩ પંચ વિષય સુખ ભોગવે શ્રેણીકશું તે નાર રે
અંગજ તાસ સોહામણો નામે અભય કુમાર રે... સમકિત૦ ૪ અનુક્રમે શ્રેણીક નૃપથયા રાજગૃહી પુરી કેરા રે
અભયકુમાર આવી મલ્યા તે સંબંધ ઘણેરા રે... સમકિત૦ ૫ ચવિહ બુદ્ધિ તણા ધણી રાજ્ય ધુરંધર જાણી રે
પણ તેણે રાજ્ય ન સંગ્રહ્યું નિરુણી વીરની વાણી રે... સમકિત૦ ૬ બુદ્ધિ બળે આજ્ઞા ગ્રહી ચેલણાને અવદાત રે
///
સજ્ઝાય સરિતા
૧૬૭