________________
તેહ સુણી મન ચિંતવે ધન્ય હું સહુ માહરે હેઠ..
સોભાગી જિનવર સેવીયે ૧૬
દુહા શેઠ શરીરે અન્યદા સોલ રોગ ઉત્પન્ન તિણ વાવે આરતે મરી દેડક હુઓ સુપ્રસન્ન... ૧ લોક મુખે કીરતી સુણી જાતી સમરણ સાર ઉપનું જબ શુભ ભાવનું અણુવ્રત કરે ઉચ્ચાર... ૨ ગૌતમ ! હું તિહાં આવીયો સાંભળે દેડકરાય ચાલ્યો રાજ પંથે જઈ મુજને વંદન કાજ... ૩ શ્રેણીક પણ આવે તિહાં વંદન લઈ પરિવાર એક કિશોરે દેડકો ચાંપ્યો તે નિરધાર... ૪ ભૂલો ક્ષીણ બલી થયો ચાલી ન શકે જામ એકણ દિશે જઈ થયો વીરજિન સન્મુખ નામ... ૫
ઢાળ ૨ તવ તે દેડકરાય કરજોડી ચિત્ત લાય જિનજીને ધુણે એ કે નમુત્થણં ભણે એ... ૧ અતિશયવંત મહંત તુંહીજ શ્રી અરિહંત કરૂણા સાગરૂએ કે મહિમા આગરૂએ... ૨ પુરૂષોત્તમ ભગવંત તું પરમાતમ સંત ભવિહિતકારકા એ કે ભવજલ તારકા એ... ૩ એટલા દિન જિનરાય ના'વ્યો હું તુજ પાય ભવસાયર રૂલ્યોએ કે દુઃખ પણ નવિટળ્યો એ... ૪ હવે તું મિલીયો નાહ તો મુજ શી પરવાહ કરમગણ ભીતીયો એ કે હવે હું જીતીયો એ.. ૫
ઢાળ ૩ ઈણીપરે જિનની સ્તવના કરતો કાલ કરી શુભ ભાવે રે ચાર પલ્યોપમ આયુ પ્રમાણે સૌધર્મો સુર થાવે રે... ૧ મિથ્યા સંગતિ દૂર નિવારો સમકિત દઢ કરી ધારો રે
૧૬૬
સઝાય સરિતા