________________
નંદ નામે મણીયાર એ મુજ સંગથી પામ્યો ધર્મ છવા જીવાદિક તત્વના સમઝવા લાગ્યો મર્મ...
સોભાગી જિનવર સેવીયે ૭ અન્યદા સંગ અસાધુનો કરતાં સેવાને વાત સમકિતના પર્યવ હારીયો સબળો થયો મિથ્યાત..
સોભાગી જિનવર સેવીયે ૮ ઈણ શેઠે ગ્રીષ્મ ઋતુ સમે અઠ્ઠમનો તપ કીધ પોષામાંહિ તૃષા ઉપની તવ આરતનું મન દીધ...
સોભાગી જિનવર સેવીયે ૯ મુજ ઘર બેઠા જો ઉપની તૃષા એહવી અસરાલ પંથીજનને કુણ આસરો જબ દુઃસહ ગ્રીષ્મકાલ..
સોભાગી જિનવર સેવીયે ૧૦ ચિતે ધન્ય તે નરવરા ધન્ય તેહના માય-તાય જીવિત સફલ પણ તેહનું જે કુવા-વાવ કરાય...
સોભાગી જિનવર સેવીયે ૧૧ સર ખોદાવી શુભગતે ગયા તેહના જસ આજ ગવાય હવે હું પણ શ્રેણીકને કહી કરૂં વાવતણો ઉપાય..
સોભાગી જિનવર સેવીયે ૧૨ પોષહ પારી તતખિણ ગયો વિનવીયો શ્રેણીકરાય વાવ ખણાવી સુંદર બહુ ધન ખરચી શુભ ઠાય...
સોભાગી જિનવર સેવીયે ૧૩ ચિહું દિશિ વર વાડી શોભતી તે માંહિ શાળા ચાર પૂરવ દિશિ રાંધણ ઘર કર્યું વળી નાટક ઘર સુખકાર....
સોભાગી જિનવર સેવીયે ૧૪ બહુ જન આવે તિણ થાનકે કેઈ આસ્વાદે ફળ ફુલ કેઈજન જલક્રીડા કરે કઈ રસવતી અમે અમૂલ...
સોભાગી જિનવર સેવીયે ૧૫ બહુજનમન ઈમ સંતોષાયે બહુ લોક પ્રશંસે શેઠ
[ સક્ઝાય સસ્તિા
૧ ૬૫