________________
દ્રૌપદી પાળી આયુ બ્રહ્મલોકે કે આગમ વચને સુણી રે લોલ પોરબંદર(રાજનગર)માં રહી ચોમાસ કે સતી ગુણ વર્ણવ્યા રે લોલ મુનિ(મયાચંદ)હરખને શ્રાવક સહુએ ભલે ભાવે વિનવ્યો રે લોલ... ૧૧
૮૩. નંદમણીયારની સજંઝાય (ઢાળ-૩)
દુહા સ્વસ્તિ શ્રી કમલા ભજે જસ ધ્યાયકના પાય તે શ્રી વીર નિણંદના પદ નમતાં સુખ થાય... ૧ જસ ધ્યાને દર્દુર થયો સોહમવાસી દેવ તે સેવો વિ ભાવશું ચરમ પ્રભુ નિતમેવ... ૨ ઢાળ-૧ રાજગૃહી નગરી ભલી ગુણશીલ વને જિનવીર તિહાં સમવસર્યા ભવિહિત ભણી કામિત પ્રભુ કામ કરીરસોભાગી જિનવર સેવીયે ૧
સમવસરણ સુરવર રચે મીલે પર્ષદા બાર પ્રકાર જિન દે દેશના ભવિજન તણે મનગમતી ને મનોહાર...
સોભાગી જિનવર સેવીયે ૨
એહવે પહેલા દેવ લોકથી આવે તિહાં દર્દુર દેવ જિન પદજ વંદે ભાવશું હિયડે બહુ હરખ ધરેવ...
સોભાગી જિનવર સેવીયે ૩
બત્રીસ બદ્ધ નાટક કરે અતિભાવે સુરસનેહ સેવા સારે જિનવર તણી જિમ કામિત હોવે તેહ...
૧૬૪
સોભાગી જિનવર સેવીયે ૪
તવ પૂછે ગૌતમ વીરને કહો ભગવંત કરી સુપસાય કુણ કરમે દર્દુર ભોગવે સુર ઋદ્ધિ ભલી સુખદાય...
સોભાગી જિનવર સેવીયે ૫
સહુ પરષદ સાંભળતાં થકાં ભાખે તવ વીર જિનેશ સુણ ગોયમ ! ઈણ રાજગૃહે હું તો બહુલ ધનેશ...
સોભાગી જિનવર સેવીયે ૬
સજ્ઝાય સરિતા