________________
શાલિભદ્ર સરીખો તારે બંધવો રે, રંગ
- ધન્ના સરખો ભરથાર, પ્રી- ૫ મારો વીરો તે સ્વામી ! ત્યાગી થયો રે, રંગ,
( દિન પ્રત્યે છેડે એક નાર રે. પ્રી. ૬ તારો વીરો તે ગોરી ! મૂરખો રે, રંગ
એક એક છેડે છે નાર. પ્રી) ૭ કહેવું તે સ્વામી ઘણું સોહિલું રે, રંગ,
તે કેવી રીતે સહ્યું જાય. પ્રી. ૮ ખેર ભર્યા તે ધન્ના ઉઠીયા રે, રંગ
આઠે ને મેલી નિરધાર. પ્રી ૯ મેં રે કહ્યું તે સ્વામી સહેજમાં રે, રંગ,
તાણી વાળો શું ગાંઠ. પ્રી. ૧૦ મેં રે કહ્યું તે મને કંડજો રે, રંગ,
સાત જોડે રાખો સંસાર. પ્રી. ૧૧ નારી તે મોહની વેલડી રે, રંગ,
છે સ્વારથીયો સંસાર. પ્રી. ૧૨ ઝાંપે જઈ ધન્નાએ કહાવીયું, રંગ,
શાલિભદ્રે મેલી બીશ નાર. પ્રી૧૩ શાલિભદ્રના માતાજી એમ વલવલે, રંગ,
એકવાર પાછું વાળી જુઓ પ્રી. ૧૪ ધન્નાની માતજી એમ વલવલે, રંગ,
એક્વાર પાછું વાળી જુઓ. પ્રી. ૧૫ શીલા ઉપર ક્યો રે સંથારો રે, રંગ
ચારે આહારના ક્યાં પચ્ચકખાણ. પ્રી. ૧૬ અણસણ કરી એક માસનું રે, રંગ,
પહોંચ્યા સર્વારથ સિદ્ધ મોઝાર. પ્રી. ૧૭ હીરવિજય ગુરુ હીરલો રે, રંગ,
માનવિજય’ ગુણ ગાય. પ્રી. ૧૮
૧૫૮
સક્ઝાય સરિતા