________________
૭૯. ધર્મરૂચિ અણગાર (કડવા તુંબડા)ની સઝાયો (૧) સાધુજીને તુંબડું વહોરાવીયું, કરમે હલાહલ થાય રે; વિપરીત આહાર વહોરાવીયજી, વધાયો અનંત સંસાર રે. ૧ આહાર લેઈ મુનિ પાછા વળ્યાંજ, આવ્યા આવ્યા ગુરુજીની પાસ રે; ભાત પાણી આલોવીયાજી, એ આહાર નહિ તુજ યોગ રે. ૨ નિરવઘ ઠામે જઈને પરઠવોજી, તમે છો દયાના જાણ રે; બીજો આહાર આણી કરીજી, તમે કરો નિરધાર રે. ૩ ગુરુવચન શ્રવણ સુણીજી, પહોંચ્યા પહોંચ્યા વન મોઝાર રે; એક જ બિંદુ તિહાં પરઠવ્યો, દીઠા દીઠા જીવના સંહાર રે. ૪ જીવદયા મનમાં વસીજી, આવી આવી કરૂણા સાર રે; માસક્ષમણને પારણેજી, પડિવજ્યાં શરણાં ચાર રે. ૫ સંથારે બેસી મુનિ આહાર ક્યજી, ઉપજી ઉપજી દાહજવાળ રે; કાળ કરી સવર્થ સિદ્ધજી, પહોંચ્યા પહોંચ્યા સ્વર્ગ મોઝાર રે. ૬ દુ:ખિણી દુભગિણી બાહ્મણીજી, તુંબડા તણે અનુસાર રે, કાળ અનંતો તે ભમીજી, રલી રલી તિર્યંચ મોઝાર રે. ૭ સાતે નરકે તે ભમીજી, પામી પામી મનુષ્યની દેહ રે; ચારિત્ર લઈ તપસ્યા કરી, બાંધ્યું બાંધ્યું નિયાણું તેહ રે. ૮ દ્રુપદ રાજા ઘર ઉપનીઝ, પામી પામી યૌવન વેષ રે; પાંચ પાંડવને તે વરીજી, હુઈ હુઈ દ્રૌપતી એહ રે. ૯ તે મનુષ્ય જન્મ પામી કરીજી, લેશે લેશે ચારિત્ર નિરધાર રે; કેવલજ્ઞાન પામી કરીછ, જસ કહે જાશે જાશે મુક્તિ મઝાર રે. ૧૦ [2] ૮૦. ધર્મરૂચિ અણગાર (કડવાતુંબડા)ની સઝાય (૨) ચંપા નગરી અતિમનોહાર... ધર્મરૂચિ ઋષિ આવે રે માસક્ષમણ ગુરૂ આજ્ઞા લઈને... ગૌચરી તે સિધાવે.. મુનિવર ધર્મરૂચિ ઋષિવંદો... મારા ભવોભવ પાપની કંદો... મુનિવર૦ ના ગૌચરી કારણ ફરતા મુનિશ્વર... નાગેશ્વરી ઘેર આવે... સેજ ઉકરડો અમ ઘેર આવ્યો... બારણીએ કુણ જાવે... મુનિવર૦ મેરા કડવો તુંબો ઝેર હલાહલ... મુનિવર ને વહોરાવે...
[ સક્ઝાય સરિતા
૧૫૯