________________
તેના માતા વિલ ગજરો માયાને પતિ
ખ્યા ઘણી
જ જગમાં થન, સહુ આળ
શ્રી જૈનધર્મ હું આદર, મોહ માયાને પરિહરું; હું છાંડુ જી, ગજ રથ ઘોડા પાલખી છે. ૨૭ સુણીને માતા વિલખે છે, નારીઓ સઘળી તલખે છે; તેણી વેળાંજી, અશાતા પામ્યા ઘણી છે. ૨૮ માતા પિતાને ભ્રાતજી, સહુ આળ પંપાળની વાત છે; ઈણ જગમાં જી, સ્વારથના સહુ કો સગાં છે. ૨૯ હંસ વિના શ્યા સરોવરીયાં, પિયુ વિના શ્યા મંદિરીયાં; મોહ વશ થકાંજી, ઉચાટ એમ કરે ઘણો છે. ૩૦ સર્વે નીર અમૂલ્ય છે, વાટકડે તેલ ફૂલેલ જી; શાહ ધન્ને છે, શરીર સમારણ માંડયો છે. ૩૧ ધન્ના ઘેર સુભદ્રાનારી છે, બેઠી મહેલ મોઝારી છે; સમારતા જ, એક જ આંસુ ખેરાયું છે. ૩૨ ગૌભદ્ર શેઠની બેટડી, ભદ્રાબાઈ તોરી માવડી; સુણ સુંદરી છે, તે કેમ આંસુ ખેંરીયું જી. ૩૩ શાલિભદ્રની બેનડી, બત્રીશ ભોજાઈની નણંદલી; તવ તાહરે જી, શા માટે રોવું પડે છે. ૩૪ જગમાં એક જ ભાઈ માહરે, તે સંયમ લેવા મન કરે; નારી એક એક છે, દિન દિન પ્રત્યે પરિહરે છે. ૩૫ એ તો મિત્ર કાયરું, શું સંયમ લેશે ભાયખું; જીભલડી જી, મુખ માથાની જુદી જાણવી જી. ૩૬ કહેવું તો ઘણું સોહીલું, પણ કરવું અતિ દોહીલું, સુણો સ્વામિ છે, એવી ઋદ્ધિ કોણ પરિહરે છે. ૩૭ કહેવું તો ઘણું સોહીલું, પણ કરવું અતિ દોહીલું; સુણ સુંદરી જી, આજથી ત્યાગી આઠને છે. ૩૮ હું તો હસતી મલકીને, તમે કીયો તમાશો સલકીને; સુણો સ્વામિ જી, અબ તો ચિંતા નહિ કરું . ૩૯ ચોટી અંબોડો વાળીને, શા ધન્નો ઉઠ્યાં ચાલીને; કાંઈ આવ્યા છે, શાલિભદ્રને મંદિરીએ જી. ૪૦ ઉઠો મિત્ર કાયરું, આપણે સંયમ લઈએ ભાયખું;
૧૫ ૬
સક્ઝાય સરિતા પણ