________________
મહેલ ઝરૂખા ને માળીયા, છોડ્યા દાસી ને દાસ રે. સખી. ૧૦ રડતી માતા મૂકીને, સાથે બત્રીશ નાર રે; પ્રેમના બંધન તોડીને, લીધો સંયમ ભાર રે. સખી. ૧૧ હિરવિજય ગુરુ હિરલો રે, વીરવિજય ગુણ ગાય રે; લબ્ધિવિજય ગુરૂ રાજીયો, તેમના પ્રણમું પાય રે. સુખી ૧૨
૭૭. ધન્ના શાલિભદ્રની સઝાય (૨) રાજગૃહી નગરી મોઝારો જી, વણઝારો દેશાવર સારો છે; ઈણ વણજે જી, રત્નકંબલ લેઈ આવીયા જી. ૧ લાખ લાખની વસ્તુ લાખેણી,એ વસ્તુ છે અતિ ઝીણી; કાંઈ પરિમલ જી, ગઢમઢ મંદિર પરિહરિ જી. ૨ પૂછે ગામને ચોતરે, લોક મલ્યા વિધવિધ પરે; જઈ પૂછો જી, શાલિભદ્રને મંદિરીએ જી. ૩ શેઠાણી સુભદ્રા નિરખે છે, રત્નકંબલ લેઈ પરખે છે; પહોંચાડો છે, શાલિભદ્રને મંદિરીએ જી. ૪ તેડાવ્યો ભંડારી છે, વશ લાખ નિરધારી છે; ગણી દેજ્યો છે, એહને ઘેર પહોંચાડજો જી. રાણી કહે સુણો રાજાજી, આપણું રાજ શું કાજ જી; મુજ માટે છે, એક ન લીધી કાંબલી જી. ૬ સુણ હો ચેલણા રાણી છે, એ વાત મેં જાણી છે; પીછાણી છે, એ વાતનો અચંબો ઘણો જી. ૭ દાતણ તો તબ કરશું છે, જબ શાલિભદ્ર મુખ જોશું છે; શણગારો જી, ગજરથ ઘોડા પાલખી છે. ૮ આગળ ક્રૂતલ હીંચાવતા, પાછળ પાત્ર નચાવંતા; રાય શ્રેણી જી, શાલીભદ્ર ઘેર આવિયા જી. ૯ પહેલે ભુવને પગ દીઓ, રાજા મનમાં ચમક્યિો; કાંઈ જોજ્યોજી, આ ઘર તો ચાકર તણાં છે. ૧૦ બીજે ભુવને પગ દીઓ, રાજા મનમાં ચમક્યો; કાંઈ જોજ્યો છે, આ ઘર તો સેવક તણાં છે. ૧૧ ત્રીજે ભુવને પગ દીઓ, રાજા મનમાં ચમકિઓ;
૧૫૪
સક્ઝાય સરિતા