________________
ઢાળ ૨ વીર બત્રીસ કામિની રે ધન્ના રહી ઉભી પસ્તાય રવિ આથમતો એમ કહે રે ધન્ના વદનકમલ વિલખાય
હું તો વારી ધન્ના આજ નહિં એસો કાલ... ૧ તું મુજ અંધા લાકડી રે ધન્ના તું મુજ પ્રાણ આધાર તુજ વિના જગ સુનો પડ્યો રે ધન્ના ભાવે એ જાણ મ જાણ.... હું તો ૨ તન ધન જોબન કારમો રે માતા આ સંસાર અસાર અનુમતિ દીયો મુજ માત રે હું તો લેઈશ સંજયભાર હો જનની... ૩ પંચ મહાવ્રત પાળવા રે ધન્ના પાંચેએ મેરૂ સમાન બાવીસ પરીષહ જીતવા રે ધન્ના સંયમ ખાંડાની ધાર હો ધન્ના, સંયમ૪ રત્નજડીતનો પાંજરો રે માતા પોપટ જાણે છે બંધ કામ ભોગ સંસારના રે માતા જ્ઞાની જાણે છે ફંદ જનની... હું તો ૫ તુજ સરિખી કામિની રે ધન્ના લક્ષણ બત્રીસ જાણ પાંચ ઈદ્રિયનાં સુખ પરિહરે રે ધન્ના પછી પસ્તાવો કરીશ હો ધન્ના,
સંયમ ૬ ધનજોબનમાયા સ્થિર નહિ રે માતા જેવું આવે એવું જાય ઐસો ચંચલ જીવડો રે માતા જેવાં પીંપળ કેરાં પાન જનની, હું તો ૭ ઘર બેઠા ધર્મ કીજીયે રે ધન્ના દાન શીયલ તપ ભાવ સંયમ મારગ દોહિલો રે ધન્ના મત કર એવડો ઉન્માદ હો ધન્ના, સંયમ ૮ રમણી શું રાચી રહ્યો રે ધન્ના નહિં રે ગણ્યો નવકાર મન પસ્તાવો નહિ ર્યો રે ધન્ના ગયો જન્મારો હાર હો ધન્ના, સંયમ, ૯ રમણી શું રાચ્યો નહિં રે માતા માહરી મતિ ભરપૂર જે રમણી શું રાચી રહ્યા રે માતા દુર્ગતિ જાશે હજૂર હો જનની,
હું તો ૧૦ તું સુકમાળ સોહામણો રે ધન્ના તુજ માતાજીને શોચ શોચ કિશ્યો મોરી માતજી હું તો કરીશ કમનો લોચ હો જનની,
હું તો, ૧૧ દીપક વિના મંદિર કિશ્યો રે ધન્ના પુત્ર વિણ પરિવાર વિરહ વિહુણી બેનડી રે ધન્ના ઝુરે વાર તહેવાર હો ધન્ના, સંયમ, ૧૨
૧૫૨
સઝાય સરિતા