________________
નિત્ય ઉઠી ઘોડલે ફીરતો રે ધન્નો નિત્ય ઉઠી બાગ મે જાય ચોડી પાલખીએ પોઢતો રે ધન્ના નિત્ય નિત્ય નઈ ખૂબી માણ...
આ તો બત્રીસ કામિની રે ધન્ના ઉભી કરે અરદાસ રે મુનીશ્વરની વાણી સુણી રે માતા આ સંસાર અસાર હો
હો ધનજી૦ ૧૦
જનની...
હો ધનજી૦ ૧૧
હાથમાં લેવો પાતરો રે ધન્ના ઘેર ઘેર માગવી ભીખ
કોઈ ગાળ જ દેઈ કાઢશે રે ધન્ના કોઈ દેવેગે શીખ હો... હો ધનજી૦ ૧૨ તજી દીયાં મંદિરમાળિયાં રે માતા તજી દીયો સબ સંસાર
તજ દીની ઘરકી નારીઓ રે માતા છોડ ચલ્યો પરિવાર... હોજનની૦ ૧૩ જુઠાં તો મંદિર માળીયાં રે માતા જૂઠો સબ સંસાર
જીવતાં ચુંટે કાળજું રે માતા મુઆ નરકે લેઈ જાય રે... હોજનની૦ ૧૪ રાત્રીભોજન છોડ દે હો ધન્ના પરનારી પચ્ચકખાણ
પરધન શું દૂરા રહો રે ધન્ના એહી જ સંયમ ભાર હો... હો ધનજી૦ ૧૫ માત-પિતા વરજો નહિં રે ધન્ના મત કર એસી વાત
એહ બત્રીસે કામિની રે ધન્ના એસા દેગી શ્રાપ... હો ધનજી૦ ૧૬ કર્મ તણાં દુ:ખ મેં સહ્યાં રે માતા કોઈ ન જાણે ભેદ
રાગ-દ્વેષ કે પુંછડે રે માતા વધ્યાં વૈર વિરોધ... હો જનની૦ ૧૭ સાધુપણા મેં સુખ ઘણા રે માતા નહિં દુ:ખરો લવલેશ
મળશે તેહી જ ખઈશું રે માતા સે ઈ સાધુ ઉપદેશ... હો જનની૦ ૧૮ એકલો ઉઠી જાયશે રે માતા કોઈ ન રાખણહાર
એક જીવકે કારણે રે માતા કયું કરે એટલો વિલાપ...હો જનની૦ ૧૯ ન કોઈ ધન્નો મરગયો રે માતા ન કોઈ ગયો પરદેશ
ઉગ્યા સોઈ આથમે રે માતા ખીલ્યા સો કરમાય... હો જનની૦ ૨૦ કાલ ઓચિંતો આવશે રે માતા કોણ છોડાવણહાર
સજ્ઝાય સરિતા
કર્મ કાટ મુગતે ગયા રે માતા કેઈ દેવલોક સંસાર... હો જનની૦ ૨૧ જે જેસી કરણી કરે રે માતા તેને તેવાં ફળ હોય
દયા ધર્મ સંયમ વિના રે માતા શિવસુખ પામે ન કોય... હો જનની૦ ૨૨
૧૫૧