________________
દુહા. રામ કૃષ્ણ બેઉ નીકળ્યા, પહોતા જીર્ણ ઉદ્યાન બળતી દેખી દ્વારિકા, થાવે દુ:ખ અસમાન...૧ ઘર બળતા દેખે તિહાં, સાંભળે બહુ પ્રલાપ બાળક વળગે માતને, માત કહે પણ બાપ... ૨ ધરતી ઢળે ને રાડ દે, એક એક ઉપર ધાપ *ટે ભવન ત્રુટે ગિરિ, ક્રોડો કેશ તે ઠાય... ૩ ચંદન થાંભલા ભસ્મ તે, તિમ ગઢને કપીશીર્ષ અનલ અનલ દેખે તિહાં, વળી અનલ ન વિષ... ૪ એમ અસમંજસ દેખીને, રૂદન કરે નરરાય દીન વચન ભાખે તદા, હૃદયે દુ:ખ ન માય... પ
ઢાળ-૪
મ્હારૂં બલ પરાક્રમ કિહાં ગયું, જાણે જીયો જરાસંઘજી ત્રણસે સાઠ સંગ્રામ મે કર્યાં, સાંભલો બલભદ્ર બાંધોજી... ૧ ખમીય ન શકીયે રે એ દુ:ખ સાંભળી, તો શી દીઠાની વાતોજી સુણતાં હૈડું રે ક્રમ ક્રમ કંપતું, હોય જેમ વજ્રઘાતોજી... ૨ દેવ અધિષ્ઠ રયણે તે કિહાં રહ્યાં, વલી સુર સાઠ હજારજી દેવની દીધી રે ભેરી કહાં ગઈ, ટાલે વિષય વિકારજી... ૩ સહાય શક્રની રે ધનદ તે કિહાં ગયા, જેણે દ્વારિકા નીપાઈજી ધીર કુમાર મારા સહુ કીહાં ગયા, જબ એ આપદ આઈજી... ૪ મુકુટ બંધ સોલ સહસ તે રાજવી, કોઈ ન આવ્યું કાજજી કાયર પરે રે ઉભા દેખીયે, ખોયું ત્રણ ખંડ એ રાજજી... ૫ તવ બલભદ્ર બંધવને એમ કહે, ન કરો ભાઈ વિષાદજી પ્રભુજીએ ભાખ્યું તે નીપજ્યું, સુખ દુ:ખ કર્મ પ્રસાદજી... ૬ લક્ષ્મી સ્થિર નહિં જગમાં કેહને, ઈંદ્ર જાલ સમ એહજી પણ જીવને મોહ છે આકરો, અથિર ને થિર લહે જેહજી... ૭ જિનવર વયણાં જે તે ચિત્તવસ્યા, તે કેમ થાય દીનજી આપદ આવી ધર તું ધીરતા, તેહ જગત નગીનાજી... ૮ અવલંબો હવે જિનવચન તુમે, ધીરા સંપદ પામેજી
સજ્ઝાય સરિતા
૧૪૬