________________
કેશવ કહે બંધવ સાચું કહ્યું, પણ ન રહીયે એ ઠામજી.. ૯ કિણ દિશિ જાશું સંપદ હીણડા, તવ બલભદ્ર તે બોલેજી પાંડવ સજજન બંધન સાયલા, અન્ય નહિં ઈણ તોલેજી... ૧૦ દક્ષિણ મથુરાવાસી તેહ છે, પીતાંબર તવ ભામોજી મેં પૂર્વે પાંડવને કાઢીયા, તે કેમ આદર દેશોજી... ૧૧ બલભદ્ર કહે સજજન વિસરે, તનુ પૂરવના ઉપકાર તુમે ઉપકાર પાંડવનો બહુ કર્યો, કરશે પૂજા સાકારજી... ૧૨ એમ તે ચાલ્યા મથુરા ભણી, પણ દુઃખોનો નહિ અંતોજી એહનું દુ:ખ એ જ જાણે, કે જાણે ભગવંતોજી... ૧૩ રામપુત્ર કુજ વાસુ નામથી, દ્વારિકામાંહિ તે હજી મંદિર માથે રે આરોહી કરી, વચન કહે હવે હજી... ૧૪ નેમિ જીનેશ્વર મુજને એમ કહ્યું, ચરમ શરીરી તુંહીજી દ્વારિકા મુજને બળતા થકા, થાયે વિપરીત યુંહીજી... ૧૫ જિનમત સાચો રે જો હોય, ઈણસમે તો થાઉ વ્રતધારીજી ભ્રમક દેવે રે મૂક્યો તેણે સમે, પ્રભુ પાસે તે કુમારજી... ૧૬ પલ્લવ દેશે રે પ્રભુજી વિચરતા, હવે હરી મહિલા જે હજી બત્રીસ સહસ તથાવલી રામની, અણસણ આદરે તેહજી... ૧૭ તેમ વલી બહુ બહુ નારી યાદવતણી, તેમ કુમાર બહુ હજારો નેમિ જિનેશ્વર ચિત્તમાં ધરતાં, અણસણ કરે તે વારજી... ૧૮ ષટમાસ લગે તે નગરી બળી, સાઠ-બહોતેર કુલ કોડીજી ભસ્મ પછી સાયર તિહાં ક્ય, જેહની હતી નહિ જોડજી... ૧૯ ધર્મકારજ ક્ય તે ઊગરીયા, તિહાં ધર્મ તે સવિ આરોધોજી ચોથે ખંડે રે ચોખે વિત્તશું, ધર્મ કરો સુવિચારો... ૨૦ ત્રીજે અધિકારે ચોથી કહી, પદ્મવિજયે એહ ઢાળજી શ્રુત ગુરૂ ઉત્તમવિજય કૃપા થકી, સુણતાં મંગલમાલ... ૨૧ (શ્રી નેમીશ્વર રાસખંડ-૪ | અધિકાર-૩ | ઢાળ ૧ થી ૪).
૭૩. ધન્ના અણગારની સઝાયો (૧) ચરણ કમલ નમી વીરનાં રે, પૂછે શ્રેણિકરાય રે; મુનિ મ્યું મન માન્યો, ચઉદ સહસ મુનિ તાહરે, અધિક કોણ કહેવાય રે. મુનિ, ૧ [ સક્ઝાય સરિતા
૧૪૭