________________
દ્વૈપાયને સહુ થંભિયા, વાતડી કાંઈ ન કહેવાય... ૧૪ પોતે રથને ખેંચતા, અNભાગે તતખેવ 4 તો પણ નિજ બલે, ખેંચતાં નારાયણ બલદેવ... ૧૫ હાહા કૃષ્ણ ટાળો તુમે, હા ટાળો બલદેવ મહાબલવંત તુમેય છો, અમે બળીયે સ્વયમેવ... ૧૬ અમને કાઢો રે માંહેથી રે, થાઓ અમારા રે નાથ યાદવ રોતા રે એણીપરે, સાંભલે તે નર નાથ... ૧૭ સાંભળતા એમ ઘરઘરે, આવ્યા દ્વારની પાસ દરવાજા દીયે દેવતા, જડીયા વના સંકાશ... ૧૮ ભાંજે પાટુ પ્રહારથી, બલદેવજી તામ તો પણ રથ નવિ નિકળે, બોલે દેવ તે તામ... ૧૯ સાંભળો બલદેવ કેશવા, શાને કરો રે પ્રયાસ મે તુમને રે પેલા કહ્યું, તિણે કિમ કરીયે રે વિષાસ... ૨૦ ઉતરો તુમે બેહુ જણા, મૂકો એ માય ને તાય સુરવર વાણી સાંભળી, બોલે વાસુદેવ રાય... ૨૧ નિકલો પુત્ર હવે તમે, રાખો પોતાના પ્રાણ જો તમે હશો જીવતા, તો વળી રાજ્ય મંડાણ... ૨૨ તમે તો ખામી કોઈ નહિ કરી, પણ જે ભાવિ તે હોય શાને દુઃખ ધરીયે હૈયે, તુમચો વાંક ન કોય... ૨૩ શ્રી નેમિજિનેશ્વર કને, પૂર્વે દીક્ષા ન લીધ ધિક્ ધિક્ હમચા મોહને, આવ્યા કર્મ જે કીધ... ૨૪ સમુદ્રવિજય નરપતિ, સાંબ આદી જે કુમાર ધન્ય વળી જે મારી રાણીઓ, લીધા સંયમ ભાર... ૨૫ એમ કહી તેમ શરણ કરે, પચ્ચકખી ચારે આહાર અરિહા સિદ્ધ મુનિ ધર્મનું, શરણ કરે સુવિચાર... ૨૬ એમ શુભ ધ્યાન પરાયણા, સમરતાં નવકાર અગ્નિ વરસાવે દ્વૈપાયનો, પહોંચ્યા સ્વર્ગ મોજાર... ૨૭ ચોથે પંડે ત્રીજી ભલી, ત્રીજે અધિકાર ઢાળ પદ્મવિજય કહે ધર્મથી, હવે મંગળમાળ... ૨૮
સક્ઝાય સરિતા
૧૪૫