________________
ઢાળ-૩ દ્વારે જે જે પુતળી, તે પણ હસવા જાય ભમદા આંખ ભમાડતી, દેખી ભય મન થાય
દ્વારિકા બળતી રે એણી પરે... ૧ દ્વારે ચિત્રિત દેવતા, કંપાવે ઘરબાર તસર ચાર દિશા બળે, કોઈ કોઈનો ન આધાર... ૨ ઉત્પાતો ઘણાં હોયે, ગ્રહ મૂકે બહુ ધૂમ રવિમંડલ અગ્નિ ઝરે, દેખી આવે ને ઘુમ... ૩ વૈતાલ ભૂત ને શાકિનિ, સહિત ભમે તે દેવ ગ્રહણ હોયે શશિ સૂર્યના, વ્યાપક પૂરમાં ભમેવ... ૪ સ્વપ્ન દેખે બિહામણા, સંવર્તક તબ વાય વિદુર્વે દુર દેવતા, વાત તે ન કહાય... ૫ કાઇ તૃણાદિક સંહરે, લોક તે નાસી રે જાય તેહને લાવી હોમે તિહાં, નયરી કાઇ ભરાય... ૬ સાઠ કુલ કોડિ તે યાદવા, વસતા નગરી હાર બહોતેર કુલ તે કોડિ તિમવલી વસતી નગરી મોજાર... ૭ તુણકાષ્ઠાદિક બહ ભરી, પીડા કરી સહ લોક અગ્નિ લગાડે રે ક્રોધથી લાગે ભડ ભડ ઉક... ૮ પવન જવાલા પ્રેરી થકી, આકાટો અડકંત બાલક ઘરડાં સહુ તિહાં, અશરણ બહુ વિલયંત. ૯ મંદિરની રે કોરો બળે, બળે પશુ તિરિ પંચ કોલાહલ કરૂણા સ્વરે, હવે અતિપરે સંચ... ૧૦ ચિત્રામણ પરે થંભિયા, કોઈથી નવિ નિકળાય એક કહે હા હા માવડી, એક તે બાપ બોલાય... ૧૧ એ દ્વારા પુરી દાહનું, કોણ કહે રે સ્વરૂપ કોઈ નાથ ન હો શિરે, દેખે કે શવ ભૂપ... ૧૨ બળતું નગર દેખીને, નારાયણ ને રામ વસુદેવ દેવકી રોહિણી, આરોપે રથ તામ... ૧૩ અધવૃષભનો હાલે નહીં, હુઆ કોડી ઉપાય
સઝાય સરિતા