________________
દીક્ષા લઈ પ્રભુ કને સમુદ્રાદિક હો રમ્યા આત્મધ્યાન કે તુમેરુ... ૧૩ તવ પ્રભુજી બોલે ઈસ્યુ, નિયાણું કરી તો થાય વાસુદેવ કે નરકે અવશ્ય જવું પડે, તમે જાણો છો ત્રીજી નરકે હવે કે તમે ... ૧૪ કેશવ તવ દુઃખ ધરે, પ્રભુજી કહે હો મન મ ધરો ખેદ કે તિમાંથી નરભવ પામશો, વૈમાનિક હો થાશો પુવેદ કે તુમેરુ... ૧૫ તિહાંથી ચ્યવી આ ભરતમાં, શતદ્વાર પુર હો જીતશત્રુને ગેહ કે અમમ નામે પ્રભુ બારમાં, થાશો ગુણ હો અનંતનું ગેહ કે તુમેરુ... ૧૬ બળદેવ બ્રહ્મલોકે જશે, તિહાંથી નર હો વળી થાશે દેવ કે તિહાંથી અમમ પ્રભુ તીરથે, શિવ લહેશે હો નિરૂપમ તતખેવ કે તુમેરુ...૧૭ ત્રીજે ભવ જિનવર થાશે, એમ ભાખ્યું હતું સૂત્ર છે જેહ કે તેહ મતાંતર જાણવું, હીર પ્રશ્ન હો લખ્યું છે એહ કે તુમેરુ... ૧૮ એમ કહી પ્રભુજી વિચર્યા, કેશવ હો આવ્યા તવ ગેહ કે પડહ વજડાવે એણીપરે, પ્રભુજીએ કહ્યો દ્વારીકાનો દાહ કે તુમે... ૧૯ ધર્મ કરે સહુ તે સુણી, દ્વૈપાયન હો થયો અગ્નિકુમાર કે પૂરવભવ નિજ દેખીને, નિજ દ્વારીકાપુરી આવ્યો તેણીવાર કે તુમે.... ૨૦ ખંડ ચોથે અધિકાર એ, ત્રીજે કહી કો બીજીવર ઢાળ કે પવવિજય કહે શુભ મને, ધર્મ કરતા હોય મંગળમાળ કે તુમે.... ૨૧
દુહા કોઈક કરે. એકાંતરા, કોઈક છઠ તપકાર કોઈક આયંબિલ કરે, કોઈક બ્રહ્મવૃત સાર... ૧ કે ઈક શ્રાવકવ્રત ધરું, કે ઈક સમક્તિ વંત ધર્મ પ્રભાવે દેવતા, નવિ ઉપસર્ગ કરંત... ૨ છિદ્ર ગવષે લોકના, વરસ અગિઆર વિલિન આવ્યું વરસ તે બારમું, ચિતે લોક વિલીન... ૩ ધર્મ થકી દ્વૈપાયન, નાઠો નિશ્ચય હો મઘ માસ સુખ વાપરે, રમવા લાગ્યો તેહ... ૪ છિદ્ર જડ્યું હુવે તેહને, આવે નગરી પાસ બહુ ઉપસર્ગ દેખાવતો, કરતો અહાસ... ૫
[ સક્ઝાય સરિતા
૧૪૩