________________
પ્રભુજી નય વિજયની શીખ કે ભવિજન ધારજો રે લોલ એવા ગુણી તણાં જે ગુણ કે દિલમાં આણજો રે લોલ૦ ૨૨ ૭૦. દ્રૌપદીસતીની સજ્ઝાય (૨)
લજ્જા મોરી રાખો રે દેવ ખરી, દ્રૌપદી રાણી ચું કર વિનવે; કર દોય શીશ ધરી, દ્યૂત રસે પ્રીતમ મુજ હાર્યો, વાત કરી ન ખરી. ૧ દેવર દુર્યોધન દુ:શાસન, એહની બુદ્ધિ ફરી;
ચીવર ખેંચે મોટી સભામે, મનમે દ્વેષ ધરી રે. લજ્જા૦ ૨ ભીષ્મ દ્રૌણ કર્ણાદિક સર્વે, કૌરવ ભી ભરી; પાંડવ પ્રેમ તજી મુજ બેઠા, જે હતા જીવ જૂરી રે. લજજા૦ ૩ અરિહંત એક આધાર અમારે, શીયલ શું સંગ ઘરી;
પત રાખો પ્રભુજી ઈણ વેળા, સમકિતવંત સૂરિ. લજ્જા૦ ૪ તખિણ અષ્ટોત્તર શત ચીવર, પૂર્યા પ્રેમ ધરી;
શાસનદેવી જયજય રવ બોલે, કુસુમની વૃષ્ટિ કરી. લજજા૦ ૫ શીયલ પ્રભાવે દ્રૌપદી રાણી, લજજા લીલ વી; પાંડવ કુંતાદિક સહું હરખ્યા. કહે ધન્ય ધીર ધરી. લજ્જા૦ ૬ સત્ય શીલ પ્રભાવે કૃષ્ણા, ભવજલ પાર તરી; જિન કહે શીયલ ધરે તસ જનને, નમીયે પાય પડી રે. લજ્જા૦ ૭
[?] ૭૧. દ્રૌપદીની સજ્ઝાય (૩)
દ્રૌપદી ધ્રુજે સભામાંહિ... કરે અતિશય વિલાપ
દાદા મને મુકીને જાસો નહિ... મને છોડાવો મા બાપ... દ્રોપદી ા રાંકડી તન હું તુમ તણી... મારે તમારો આધાર
જુવો શરીર તમે માહરું નથી જીરવાનો ભાર... દ્રોપદી ।।૨।।
દાદા જાવો જવું હોય તો... મને મારીને ઠેસ
ગરીબ ગાવડી ન મુકશો... કુડા કૌરવ ને ઘેર... દ્રૌપદી IIII નથી બેની બાપ કે બાંધવો... નથી પીયરમાં કોઈ...
સાસરીયા માં સસરો નથી... પડ્યા ભરથાર ભોય... દ્રોપદી ।।૪।। નથી દેખી પગ તણી પાનીને... તે તો દેખશે અંગ... બળ્યું અમારું આ જીવવું મને કાઢો તમે સંગ... દ્રૌપદી પા
સજ્ઝાય સરિતા
૧૩૬