________________
એહને બળ દેખાડું આજ કે મનમાં રીસ ચડે રે લોલ સુણી રાણી મનમાં વિલખાણી કે આંખે આંસુ ઢળે રે લોલ૦ ૮ ભાઈ ? એવડો ન રાખો રોષ કે ઉભી એમ ટળવળે રે લોલ પ્રભુ કાંઈ કુંતા માતની લાજ કે દિલમાં આણજો રે લોલ૦ ૯ પ્રભુજી પાંડુરાય નિહાળી કે મનમાં જાણજો રે લોલ પ્રભુજી ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ કે સૌ તમને કહે રે લોલ૦ ૧૦ પ્રભુજી તુમ ચરણે જે આવે કે સૌ નરવીર બને રે લોલ પ્રભુજી કઠોર થયા તુમે આજ કે કિમહોશ હવે સરે રે લોલ૦ ૧૧ પ્રભુજી કઠીન કરમની વાત કે વાંક કોઈનો નહિં રે લોલ પ્રભુજી માણસ હોશે એહ કે વાદી ઘણા થશે રે લોલ૦ ૧૨ પ્રભુજી બ્રહ્મા કેરી લાજ કે રાખી હેત ધરી રે લોલ પ્રભુજી કરણીતણાં ફલ એહ કે વિનવે તમારી બેનડી રે લોલ૦ ૧૩ પ્રભુજી પૂર્વભવના પાપ કે તાસ વેળા પડી રે લોલ પ્રભુજી એવડી તમારી સ્થિતિ કે હવે હું કેમ સહં રે લોલ૦ ૧૪ પ્રભુજી હૈયે એવું ન રાખો કે ઝાઝું શું કહું રે લોલ પ્રભુજી રાખો માહરી લાજ કે છોરૂ કરી છોડજો રે લોલ૦ ૧૫ પ્રભુજી મૂકો મનની રીશ કે વહેલો રથ જોડજો રે લોલ પ્રભુજી એવા વચન સુણી જદુરાય કે મનમાં વિચારજો રે લોલ૦ ૧૬ પ્રભુજી રાખો એવી ધીર કે એમ મન વાળજો રે લોલ પ્રભુજી કેશવે ઉપાડી લોહ દંડ કે કોપ કરી તિહાં રે લોલ૦ ૧૭ પ્રભુજી પાંચે રથને ર્યા ચવ્ર કે પાંડવ ઉભા રહ્યા રે લોલ ભાખે રોષ ધરી હરિરાય કે આણ મારી વહી રે લોલ૦ ૧૮ પાંડવ સુણો તમારો પરિવાર કે રહેવા નહિં દીયે રે લોલ રહેજે દષ્ટિ થકી તુમે દૂર કે પાસે મત આવજો રે લોલ૦ ૧૯ પ્રભુજી મન તૂટ્યું ન સંધાય વૈ સહિ એમ જાણજો રે લોલ પ્રભુજી મર્દનને કામ કે કોટ વસાવીએ રે લોલ૦ ૨૦ પ્રભુજી સૈન્ય સકલ તેણીવાર કે સન્મુખ આવજો રે લોલ પ્રભુજી દ્વારાપુરી ચાલ્યા સહુસાથ કે પહોંચ્યા તે સહીરે લોલ૦ ર૧ પ્રભુજી એકસો પચાસમી ઢાળ કે ગુણ ભરી કહી રે લોલ
[ સક્ઝાય સરિતા
૧૩૫