________________
ભરતરાય જબ ઋષભને પૂછે એહમે કોઈ જિણંદા, ગૌતમ૦ મરિચી પુત્ર ત્રિદંડી તેરો હોશે ચોવીસમા જિણંદા... ગૌતમ૦ ૬ કુળનો ગર્વ કીયો મે ગૌતમ ભરત રાય જબ વાંઘા, ગૌતમ૦ મન વચન કાયાએ કરીને હરખ્યો અતિ આણંદા... ગૌતમ૦ ૭ કર્મ સંયોગે ભિક્ષુક ફુલ પાયા જનમ ન હોવે કબહી, ગૌતમ૦ ઈંદ્ર અવધિએ જોતાં અપહર્યો દેવ ભુજંગમ તબહી... ગૌતમ૦ ૮ ત્યાસી દિન તિહાંકણે વસિયો હરિણગમેષી જબ આયા, ગૌતમ૦ સિદ્ધારથ રાય ત્રિશલાદે રાણી તસ કુખે છટકાયા... ગૌતમ૦ ૯ ઋષભત્તને દેવાનંદા લેશે સંયમ ભાર, ગૌતમ૦ તવ ગૌતમ એ મુગતે જાશે કહ્યો ભગવતી સૂત્ર મોઝાર... ગૌતમ૦ ૧૦ સિદ્ધારથ રાય ત્રિશલાદે રાણી અચ્યુત દેવલોકે જાશે, ગૌતમ૦ બીજે ખંડે આચારાંગે તે સૂત્રે કહેવાશે... ગૌતમ૦ ૧૧ તપગચ્છપતિ શ્રી હીર વિજય સૂરી દિયો મનોરથ વાણી, ગૌતમ૦ સકલચંદ પ્રભુ ગૌતમ પૂછે ઉલટ મનમાં આણી... ગૌતમ૦ ૧૨ ૬૯. દ્રૌપદીની સજ્ઝાયો (૧)
કૃષ્ણજી ! તમને કહું કરજોડ કે સુણો પ્રભુ વિનતિ રે લોલ પ્રભુજી નહિં કાંઈ માહરો દોષ કે નઠોર થયા મુજપતિ રે લોલ૦ ૧ પ્રભુજી તમને એવડી રીસ કે કરવી કેમ ઘટે રે લોલ પ્રભુજી લખીયા છટ્ઠીના લેખ કે મટાડયા વિ મટે રે લોલ૦ ૨ પ્રભુજી દોષ તમારો નહિં કાંઈ કે કિરતાર એક મને ગમે રે લોલ પ્રભુજી છોરૂ છોરૂ થાય કે માવતર તોયે ખમે રે લોલ૦ ૩ બાંધવ તુજથી મોટી લાજ કે કાજ વિચારીએ રે લોલ પ્રભુજી વિનવું ગોદ બિછાવી કે રોષ નિવારીએ રે લોલ૦ ૪ પ્રભુજી તુમે મોટા મહારાજ કે મનમાં જાણીએ રે લોલ પ્રભુજી પોતાનો પરિવારકે દીલમાં આણીએ રે લો૦ ૫ પ્રભુજી મોટા હોય દાતારકે મુખે બોલે મીઠડું રે લોલ પ્રભુજી મોટા ન મૂકે આળકે કરે અણદીઠડું રે લોલ૦ ૬ દ્રોપદી તારા પતિના બોલ કે ક્ષણ ક્ષણ સાંભરે રે લોલ દ્રોપદી એણે જે કીધા કામ કે બૈરી પણ નવિ કરે કે લોલ૦ ૭
સજ્ઝાય સરિતા
૧૩૪