________________
હરિએ કીધી હાણ મુજ જીવિત તો અપ્રમાણ રે મનડો હવે કરવો ફુણ કાજ સુરનરમાં રહે જિમ લાજ રે મનડો ૪ માન થકી જગ પ્રાણી અપમાન લહે ગુણહાણી રે મનડો માન તજી મુનિરાયા સુખીયા શિવસૈધ સુહાયા રે મનડો ૫ સંયમ લેઈ પ્રભુ હાથે વિહરશું અરિહા સાથે રે મનડો એમ ચિંતવી હૃદયારામે ઉઠી પ્રભુપય શિરનામે રે મનડો ૬ સર્વ વિરતિ મુજ આજે ઉચરાવો અવિચલ રાજે રે મનડો જિનવાણી રસ ગૃદ્ધિ વૈરાગ્યે દીક્ષા લીધી રે મનડો ૭ ઈંદ્ર તદા માન મોડી મુનિ ચરણ નમે કરજોડી રે મનડો માન સકલ મુનિ વિત્યો હું હાર્યો ને તું જીત્યો રે મનડો ૮ હું માને કરી દુહવાણો મુનિ માન કરી તમે જાણ્યો રે મનડો તુમ રિદ્ધિ અક્ષય ખજાનો મુજ ઋદ્ધિ છાર સમાનો રે મનડો ૯ જ્ઞાન ધ્યાન હય દંતી શ્રુત તપજપ બહુપરિ તંતી રે મનડો સહસ શીલાંગ રથ અઢાર ઉપશમ રિદ્ધિ નહિં પાર રે મનડો ૧૦ કાજ સકલ મુજ વ્યક્તિ વર ચરણ ગ્રહણ નહિં શક્તિરે મનડો સમતા સાયર સાધ ! મુજ ખમજો મૃત અપરાધ રે મનડો ૧૧ ઈમ કહી ક્ષણ ક્ષણ વંદે નિજ દુષ્કૃત ક્ષણ ક્ષણ નિદે રે મનડો વીર ચરણ જ સેવ તુમે માંડી શિવ લ લેવા રે મનડો ૧૨
ઢાળ પ
ઉપશમ સુખ કંદો જ્ઞાનાનંદો મોહના વારૂજી સંસારે અલુદ્ધો Üસણ શુદ્ધો સંયમી તારૂજી
તુમે નિજ ગુણના રસીયા ગુરૂકુલે વસીયા મોહના વારૂજી
મન મોહન સ્વામી છો વિસરામી ભવ્યના તારૂજી... મોહના ૧ પરપુદગલ સંગે માનને રંગે મોહના વારૂજી
મે ઋદ્ધિ વિષુવી ઉર્વી ગુર્વી લોકમાં તાજી તુમે નિજ ઘટ ઋદ્ધિ પ્રગટ જ કીધી મોહના વારૂજી શુચિ સહજની શોભા રહે થિર થોભા ભૂષણે તારૂજી... મોહના ૨ સંવેગી ત્યાગી તુ સોભાગી મોહના વારૂજી
સો વાર એક સાસે વંદના તોસે માહરી તારૂજી
00
સજ્ઝાય સરિતા
૧૩૧