________________
કર્મ બંધાયું આકરૂ રે લોલ ઉદય આવ્યું તે પાધરૂ.... રે લોલ ૩ તે સાંભળી વૈરાગીયો રે લોલ ઢંઢણ શુભમતિ જાગીયો રે લોલ કરે અભિગ્રહ એહવો રે લોલ નિજલબ્ધ આહાર લેવો... રે લોલ ૪ એમ સહેતાં માસ ષટ થયા રે લોલ હરિ નેમને વંદન ગયા રે લોલ પૂછે જિન એ મુનિવરા રે લોલ એહમાં કોણ દુષ્કર કરા... રે લોલ ૫ પ્રભુજી કહે ઢંઢણ મુનિ રે લોલ પરીસહ સહે છે મહા ગુણી રે લોલ પ્રભુ વાંદી પાછા વળ્યા રે લોલ પુરમાં આવ્યા ઉતાવળા... રે લોલ ૬ ઢંઢણ ઋષિ સામા આવતાં રે લોલ દેખી હરિ મન ભાવતા રે લોલ ગજથી ઉતરીને વંદીયા રે લોલ હર્ષે મુનિ ગુણ ગાવતા... રે લોલ ૭ મુજ અવતાર સફલ થયો રે લોલ તમે નમતાં મુજ દુઃખ ગયા રે લોલ તિહાં એક શેઠ દેખી ચિતવે રે લોલ કૃષ્ણ ઇણિ પરે જે સ્તવેરે... રે લોલ ૮ તે પ્રાણી ધન્ય માનવી રે લોલ ઘર તેડીને આણીએ રે લોલ એમ ચિંતી તેડ્યા ઘરે રે લોલ મોદક ઠામ લીયે કહે રે.... રે લોલ ૯ કરી મનોહારા વહોરાવીયા રે લોલ ઋષિ જિન પાસે આવીયા રે લોલ સ્વામી ! તુયું નહિં રે રે લોલ અંતરાય કર્મ જે સહિ રે લોલ ૧૦ તવ બોલ્યા જ્ઞાની ગુરૂ રે લોલ કર્મ હજી તુજ છે ઉરૂ રે લોલ કૃણ લબ્ધિ એ જાણજો રે લોલ નિજ લબ્ધિએ મત માનજો... રે લોલ ૧૧ પરની લબ્ધિ જાણી હવે રે લોલ આહાર એકાંતે પાઠવે રે લોલ પરઠવતાં ધ્યાને ચડ્યા રે લોલ કર્મ ક્ષયે ભાવે અતિ વધ્યા...
રે લોલ ૧૨ કેવલ જ્ઞાન ઉપન્યું તિહાં રે લોલ લોકાલોક વ્યપિત થયા રે લોલ નેમજીને પ્રદક્ષિણા દે ઈ રે રે લોલ બેસે કે વલી પર્ષદા રે લોલ દેશના દીયે નેમનાથજી રે લોલ બાંધ્યા કર્મ નવિ છૂટે રે રે લોલ વિહાર કરે પ્રભુ અન્યદા રે લોલ પાંચમી ઢાળ પદમે કહી.. રે લોલ ૧૩
(શ્રીનેમિસ્થર રાસ ખંડ-૪/અધિકાર-૨/ઢાળ-૫) [2] ૧પ. ત્રિશલામાતાને સખીઓની હિતશિક્ષાની સઝાય શીખ સુણો સખી ! માહરી બોલોને વચન રસાળ તુમ કુખડીયે રે ઉપન્યા સોભાગી સુકુમાલ..
૧૯૯૧
// સક્ઝાય સરિતા
૧ ૨૫