________________
વિરહ વિલુધી કામિનીજી આલિગે મુનિ તામ... ઝાંઝરીયા ૧૪ પગે આંટી કરે કામિનીજી નાખે ભંઈ કર સાહી ચરણે ચરણ ભરાવતીજી ઝાંઝરીયું આવ્યું પગમાંહી... ઝાંઝરીયા૧૫ માનિની મુજ કેડે રખેજ આવે ઓચિંતી આજ તિણકારણ મુનિ પાંગર્યોછ રાખી કુલતણી લાજ... ઝાંઝરીયા. ૧૬ અનુક્રમે ઉજજેણી ગયોછ વહોરણ પહોંતો જામ ઘર ઘર મુનિ ભમતો રાયરાણી દીઠો રે તામ... ઝાંઝરીયા૧૭ ચકિત હુઈ રાણી જુએજી એ શું મુનિ પુંગવ હોય સારીપાસા રમતી રહીછ મનડું મલાઈ મુનિ સોય... ઝાંઝરીયા ૧૮ રાજા મનમાં ચિંતવેજી ઋષિ રૂપે મોહી નાર જોએ ઋષિ જીવતો રહેજી તો ભેટે કામિની અણગાર... ઝાંઝરીયા. ૧૯ તેહ સંકેત સેવક પ્રત્યેજી ભૂપતિ દીયે રે આદેશ એ ઋષિને તમે મારજ્યોછ નહિ મારો તો તમને વધેશ... ઝાંઝરીયા ૨૦ માની વયણ સેવક સુણીજી આવ્યા જિહાં ઋષિરાય ભક્તિભાવ કરી ભેટીયાજી મદન બ્રહ્મ કેરા પાય... ઝાંઝરીયા ૨૧ આજ અમારે ગોઠડીજી પુર બાહિર છે અણગાર તિણ કારણ તુઝ સૂઝતો નિર્દોષ મિલ આહાર... ઝાંઝરીયા ૨૨ રાજપુરૂષ અપરાધથીજી કપટ રહિત જાણી ભેદ તે મુનિવર વધ સ્થાનકેજી બોલે પણ મને ખેદ... ઝાંઝરીયા. ૨૩ એક એક સન્મુખ જોઈને એ તુમ સરીખું કામ મુનિ રામકી નયણે જોઈને તવ મુખ દીઠો રે શ્યામ... ઝાંઝરીયા. ૨૪ મુનિ ભણે ભાઈ તુમ તણી ઝાંખી દીસે તેહ વળતું તે મુનિ પ્રત્યે ભજી તુમ ઉપર રાય રૂઠો એહ.. ઝાંઝરીયા ૨૫ એ ઋષિને તમે મારજોજી એવું કહ્યું છે ગુણી વાણ ઈષ્ટદેવ આરાધજોજી નહિં મારો તો તમને હાણ... ઝાંઝરીયા ૨૬ શરણ એક અરિહંતનું કાઉસગ્ગ ધ્યાન મનમાંહિ મૌન કરી મુનિવર રહ્યોછ ભાવે તે કરો ઉછાંહિ.. ઝાંઝરીયા. ૨૭ દુર્ભર ઉદરને કારણેજ તજ્યો કુલતણો આચાર સમાવંત અણગારને તેણે પાપીએ કીધો રે પ્રહાર... ઝાંઝરીયા૨૮
૧૨ ૨
સઝાય સરિતા