________________
૬૨. શ્રી ઝાંઝરીયામુનિની સજ્ઝાય (૨) મહિલમાં મુનિવર કહુંજી કહેશું તમારાં વખાણ મુનિવર રૂપ ક્લેવરૂજી આરાધ્યું કેવલ નાણ ઝાંઝરીયા મુનિવર ! ધન ધન તુમ અવતાર ૧
પેઠણપુર પાટણ ધણીજી મોટો મકરધ્વજ રાય મન બ્રહ્મ તસ બેટડોજી સ્હેજ સુકોમલ કાય... ઝાંઝરીયા૦ ૨ એક દિન ફ્રીડા કારણેજી ઠુમર વનાંતર જાય
પહોતો તિહાં મુનિવર મિલ્યોજી વાંધા ચરણ ઉત્સાહ... ઝાંઝરીયા૦ ૩ તાસ વયણ શ્રવણે સુણીજી બૂઝયો વનમાં અપાર
માત-પિતા સુત સુંદરીજી સયલ સંસાર અસાર... ઝાંઝરીયા૦ ૪ ઈમ જાણી સંયમ લઈજી મહિયલ કરે રે વિહાર
સમતા
રસગુણ આગરૂજીરૂપે મયણ અવતાર... ઝાંઝરીયા૦ ૫ વિચરતા ત્રંબાવટીજી આવ્યા અવસર એણ વિરહિણી કહે કામિનીજી પેખી ગહગહી એણ... ઝાંઝરીયા૦ ૬ સુંદરી કહે સિખ ! સાંભળોજી તેડી લાવો અણગાર
ઉભો ઘરની છાંયડીજી પગે દાઝે કોમલ કાય... ઝાંઝરીયા૦ ૭ સુણીય સખી ઋષિકને જઈજી કહેતી તે ઋષિરાજ
વહોરણ વેળા વહી ગઈજી આવો અમારે ઘરે આજ... ઝાંઝરીયા૦ ૮ સ્વામિનીને સખી વિનવેજી હું તેડી આવી અણગાર
તતક્ષણ તે પાછી વળીજી દીધા ઘરના બેઉ દ્વાર... ઝાંઝરીયા૦૯ ભાગ્ય યોગે ભગવન મિલ્યાજી તુમે આવ્યા દેવ સમાન
કે વહોરાવું લાડવાજી કે વહોરાવું અમૃત પાન... ઝાંઝરીયા૦ ૧૦ પદમણી પોયણ પાતળીજી ચંપા વરણી દીસે દેહ રૂપે રંભા હરાવતીજી બોલી તે આણી નેહ... ઝાંઝરીયા૦ ૧૧ અવર નહિં કાંઈ સુઝતોજી મુનિ ! તુમ સરીખો આહાર
દોષ રહિત હું કામિનીજી કરો કરગ્રહી નિસ્તાર... ઝાંઝરીયા૦ ૧૨ સુંદરી ! મુજને મૂકીએજી મુજ મત કરો રે પરાણ શીયલ સન્નાહ મેં પહેરીયુંજી તુમ લાગે તીખાં બાણ... હાવભાવ કામિની તણેજી જાણી' મુનિ ચકોરા જામ
ઝાંઝરીયા૦ ૧૩
00
સજ્ઝાય સરિતા
૧૨૧